- શહેરમાં વેપારી સાથે 19 લાખ ઉપરની છેંતરપીંડી
- આફ્રીકાની 5 વ્યક્તિઓની ટોળકી
- પોલીસ દ્વારા આરોપીનઓની દિલ્હીથી ધરપકડ
વડોદરા: સોશીયલ મીડિયાના યુગમાં આંતરરાષટ્રીય ગેંગ દ્વારા લોભામણી લાલચો આપી લોકો સાથે લાખોની છેરપીંડી કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. વડોદરાના એક વેપારીને આફ્રીકન ટોળકી દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરી રૂપિયા 19 લાખ ઉપરાંતની રકમ જુદા-જુદા બહાના બતાવી મોટી રકમ પડાવી હતી. જોકે વેપારી છેતરાયા હોવાની જાણ થતાં, તેમણે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી આફ્રીકન ટોળકીના 5 સાગરીતોને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
19 લાખ ઉપરની છેંતરપીડી
વડોદરા શહેના લક્ષ્મીપુરા ગોત્રી રોડ પર રહેતા રાજેશકુમાર જ્યંતિલાલ પટેલને ગત ઓકટોબર 2020ના રોજ વોટ્સઅપ અને જુદી જુદી ઇ-મેઇલ આઇ.ડીથી સંપર્ક કરી CPU પ્રોસેસર સ્ક્રેપ વેચવાના બહાને તથા સ્ક્રેપનાં ઇન્સ્યોરન્સ કરાવવા તેમજ લોજીસ્ટીક કંપની સાથે થયેલા સેટલમેન્ટના કોડેડ USD જોલર ક્લીન કરાવવા, કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરવાનુ કહી અલગ અલગ બહાને ટુકેડે ટુકડે રૂપિયા 19,35,002 ઓનલાઇન IMPS મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચો : બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી