વડોદરા વડોદરામાં આપની તિરંગા રેલી (AAP Tiranga Rally) યોજાનાર હતી. જેમાં આપના રાજકીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જોડાવાના હતા. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી (Tension between AAP and BJP workers in Vadodara ) આવ્યાં હતાં. જેમાં આશ્ચર્યજનક રીતે પોલીસે ભાજપના કાર્યકરો પર બળપ્રયોગ કર્યો ( Vadodara Police Detain BJP workers ) હતો.
ભાજપના કાર્યકર્તાઓએ આપની તિરંગા રેલી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની આસપાસ તથા અન્યત્રે અનેક જગ્યાઓ પર કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો મારવામાં આવ્યા હતાં. સાથે અરવિંદ કેજરીવાલની રેલી (AAP Tiranga Rally) પૂર્વે ભાજપઅને આપના કાર્યકર્તાઓ સામે આવી જતા વિવાદ (Tension between AAP and BJP workers in Vadodara )સર્જાયો હતો. ત્યારે ત્રિરંગા યાત્રા નિકળે એ પહેલા જ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ રેલીને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે વાતાવરણ ગરમાયું હતું.
ઉત્તેજનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા વડોદરાની મધ્યમાં આવેલી ભગતસિંહ ચોકથી માર્કેટ ચાર રસ્તા સુધીના વિસ્તારમાં ઉત્તેજનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં આપની તિરંગા રેલી (AAP Tiranga Rally)નું આયોજન કરાયું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જોડાવાના હતા. આપની તિરંગા યાત્રા પહેલા સ્થળ પર ભાજપના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલ ગો બેક લખેલા પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતાં. કેટલાકે કાળા કપડાં પણ ધારણ કર્યા હતા.
મહિલા કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયુંઆપની તિરંગા રેલી શરૂ કરે તે પહેલા જ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ તેઓનો રસ્તો રોક્યો હતો અને આપની રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ બન્ને પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતાં (Tension between AAP and BJP workers in Vadodara ) વાતાવરણ ગંભીર બન્યું હતું. ભાજપ અને આપના કાર્યકરો દ્વારા સામસામે નારા લગાવીને વિરોધ કરાઈ રહ્યો હતો. આ વચ્ચે એકાએક ભાગદોડ મચી જવા પામી હતી. મહત્વનું છે કે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં. જેમાં મહિલા કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. જેને પગલે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે ભાજપના કાર્યકરો પર બળપ્રયોગ કર્યો વડોદરા ભાજપ યુવા પ્રમુખ પાર્થ પુરોહિત અને પોલીસ વચ્ચે લાલ કોર્ટ પાસે આવેલી ભગતસિંહ ચોક નજીક ઘર્ષણ થયું હતું. પોલીસે બળપ્રયોગ કરીને પાર્થ પુરોહિત તથા અન્ય ભાજપના કાર્યકરોને ડબ્બામાં પૂરીને પોલીસ મથકે મોકલી આપ્યા હતા. ભાજપની સરકારમાં ભાજપના જ યુવા પ્રમુખ પર આ રીતે બળપ્રયોગ કરીને ડબ્બામાં પુરવાની સંભવત આ પ્રથમ ઘટના છે. કેજરીવાલ વડોદરા પહોંચવાના અંતિમ સમય સુધી આમ આદમી પાર્ટી અને ભાજના સમર્થકો વચ્ચે ચકમક (Tension between AAP and BJP workers in Vadodara ) ઝરી હતી. જેને શાંત પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.