- પાયોનિયર હોસ્પિટલ કેમ્પસમાં પોચી જમીનમાં ફસાયું ટેન્કર
- ઓક્સિજનનો જથ્થો લઇને જતી વખતે ટેન્કર ફસાયું
- જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી આપ્યું માર્ગદર્શન
વડોદરા: જિલ્લામાં પડેલા વરસાદનાં કારણે જમીન ભીની અને પોચી હોવાથી હોસ્પિટલનાં કેમ્પસમાં ફસાઇ ગયુ હતું. જેની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ-પંચાયત અને સ્ટેટનાં અધિકારીઓ ક્રેઇન તેમજ અન્ય જરૂરી ઉપકરણો સાથે પહોંચીને, ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કરી, જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતથી આવતો ઓક્સિનજ કન્ટેરન રેવારી આવી રસ્તો ભુલ્યો
ટેન્કર ફસાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ