- સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચમાં બરોડા અને છત્તીસગઢ વિજેતા
- BCCI દ્વારા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનું આયોજન
- સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવા વિવિધ ટીમ વડોદરામાં
વડોદાર : BCCI દ્વારા વડોદરામાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અંતર્ગત વિવિધ ગ્રાઉન્ડ ખાતે મેચનું આયોજન થઈ રહ્યું છે. ટીમની વાત કરવામાં આવે તો બરોડા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને છત્તીસગઢ વગેરે ટીમ વચ્ચે ટી-20 મૂકાબલો ચાલી રહ્યો છે. આ વર્ષે IPLનું આયોજન પણ ભારતમાં નહીં થતા ક્રિકેટ ચાહકોને દુઃખ થયું હતું. આવા સમયે BCCI દ્વારા વડોદરામાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અંતર્ગત મેચ રાખવામાં આવી છે. ત્યારે ક્રિકેટર્સને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ગુજરાત અને બરોડાની મેચમાં બરોડાની જીત