ગુજરાત

gujarat

ETV Bharat / city

Sweety Patel case: અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા - vadodara

વડોદરા કરજણ સ્વીટી પટેલ મર્ડર કેસ(Sweety Patel case)માં સસ્પેન્ડ PI અજય દેસાઇ(Ajay Desai ) અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાના 11 દિવસના રિમાન્ડ પુરા થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા(Kirit Singh Jadeja )ને કરજણ કોર્ટમાં રજૂ કરશે.

અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા
અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા

By

Published : Aug 6, 2021, 12:43 PM IST

  • PI અજય દેસાઈ અને કિરીટ સિંહ જાડેજાના 11માં દિવસે રિમાન્ડ પુરા થશે
  • અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
  • આજે કોર્ટની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

વડોદરા: કરજણના ચર્ચાસ્પદ સ્વીટી પટેલ મર્ડર કેસ(Sweety Patel case)માં પકડાયેલા સસ્પેન્ડ PI અજય દેસાઇ (Ajay Desai ) અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા 11 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ આજે શુક્રવારે પુરા થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અજય અને કિરીટને લઈ આજે કરજણ આવશે, બન્નેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા

આ પણ વાંચો- વડોદરા સ્વીટી પટેલ કેસ:સ્વીટી પટેલ ના ભાઈ એ કરી એસીપી તપાસની માગ

અજય અને કિરીટના મિત્રોની પણ અમદાવાદ ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી

રિમાન્ડ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે(Ahmedabad Crime Branch) વિવિધ દિશામાં તપાસ કરી છે. PI અજય દેસાઈ (Ajay Desai ) અને કિરીટ જાડેજા(Kirit Singh Jadeja ) પાસે પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું, ઉપરાંત આ કેસમાં અજય અને કિરીટના મિત્રોની પણ અમદાવાદ ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

હાડકાંના ટુકડા મૃતક સ્વીટી પટેલના હતાં કે નહીં તેની સત્તાવાર માહિતી આપવા માટે કોઈ રાજી નથી

રિમાન્ડ પુરા થવાનો દિવસ આવ્યો, છતાં સ્વીટી મર્ડર કેસ(Sweety Patel case)માં ગાંધીનગરના ફોરેન્સિક વિભાગ દ્વારા સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ, પોલિગ્રાફ અને FSL રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો નથી. અટાલીની બંધ હોટલમાંથી મળેલા હાડકાંના ટુકડા મૃતક સ્વીટી પટેલના હતાં કે નહીં તેની સત્તાવાર માહિતી આપવા માટે કોઈ રાજી નથી.

અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા

આ પણ વાંચો- વડોદરા સ્વીટી પટેલ કેસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા

કોર્ટ સંકુલની આસપાસના વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાશે

સ્વીટી મર્ડર કેસ(Sweety Patel case)માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેટલાક વ્યક્તિઓના સીઆરપીસી 164 મુજબના નિવેદન પણ લેવાડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કરજણ પોલીસ દ્વારા આજે કોર્ટ સંકુલની આસપાસ સહિતના વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

ABOUT THE AUTHOR

...view details