ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સફાઈ કર્મચારીને પોલીસે ફટકાર્યા દંડા - પોલીસે સફાઈ કર્મચારીને માર્યો

વડોદરામાં ડ્રેનેજ અને ખાળકૂવાની સફાઈ માટે નીકળેલા કોરોના વોરિયર્સ એવા ડ્રાઈવરને સરસ્વતી ચોકડી ખાતે ફરજ પરના પોલીસ જમાદારે દંડા ફટકાર્યા હતાંં. આ ઘટનાને લઈને વિવાદ ઊભો થયો હતો.

Etv bharat
Vadodara news

By

Published : May 14, 2020, 10:37 PM IST

વડોદરાઃ વડોદરામાં ડ્રેનેજ અને ખાળકૂવાની સફાઈ માટે નીકળેલા કોરોના વોરિયર્સ એવા ડ્રાઈવરને સરસ્વતી ચોકડી ખાતે ફરજ પરના પોલીસ જમાદારે દંડા ફટકાર્યા હતા. આ ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે.

ETv
કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ડ્રાઈવર સન્ની સોલંકી અને સફાઈ કર્મચારી પિયુષ મકવાણા ખાળકૂવાની ગાડી લઈને ડ્રેનેજ સફાઈની કામગીરી માટે નીકળ્યા હતાં. બપોરના અરસામાં તેઓ માંજલપુરની સરસ્વતી ચોકડીથી પસાર થતાં હતાં, ત્યારે બેરીકેટ્સ હટાવીને પૂર્વ અવસ્થામાં કરવાની વાતે પોલીસ કર્મચારી ભરત પાટીલનો પીત્તો ગયો હતો. તેમની સાથે સિવિલ ડિફેન્સના બે જવાનો પણ પોઈન્ટ પર હતા. ભરત પાટીલ ડ્રાઈવર અને સફાઈ કામદારની પાછળ દંડો લઈને દોડ્યા હતા અને સન્નીને હાથે તથા પગે દંડ ફટકાર્યા હતા. જેમાં સન્નીના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
Etv

એટલું જ નહીં ભરત પાટીલે બીજો હુમલો કર્યો તેમાં સફાઈ સેવક પિયુષ ખસી જતા તેની આંખ માંડ માંડ બચી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ તુરંત જ સીપી અનુપમસિંહ ગહલૌત અને મ્યુનિ. કમિશ્નર નલિન ઉપાધ્યાયનું ધ્યાન દોર્યું હતું. આ મામલે કોપોરેશનનું યુનિયન પણ મેદાનમાં આવી ગયુ હતું. જ્યારે દક્ષિણ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર નિહાર ઝૂલા અને એ પછી માંજલપુરના પીઆઈ બી.જી.ચેતરીયા ત્યાં દોડી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો.

ABOUT THE AUTHOR

...view details