વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોનાના ફેલાવાને અટકાવવા સેનેટાઈઝિંગ માટે સ્વાધ્યાય પરિવાર દ્વારા પાંચ બૂમ સ્પેર્ડ ફોગીંગ મશીનનો વડોદરા મહાનગરપાલિકાને સહકાર આપવામાં આવ્યો છે. આ મશીનને પગલે વડોદરામાં વધુ ધનિષ્ઠ કામગીરી થઈ શકશે તેવો આશાવાદ મેયરે વ્યક્ત કર્યો છે.
કોરોનાં વાયરસની મહામારી તેમજ સંક્રમણને ટાળવા વડોદરા મહાનગરપાલિકા,શહેર પોલીસ વિભાગ સહિત કોરોનાં વોરમાં જોડાયેલા તમામ વોરિયર્સ દ્વારા સનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને પાંચ બુમ્સ સ્પેર્ડ મશીન ફોગીંગનો સહયોગ આપવામાં આવ્યો છે.
વડોદરામાં સ્વાધ્યાય પરિવારે સેનેટાઈઝિંગ મશીનનો આપ્યો સહયોગ - કોરોનાવાઈરસ ન્યૂઝ
વડોદરા શહેરમાં રોડ રસ્તાને સેનેટાઈઝ કરવા માટે સ્વાધ્યાય પરિવાર દ્વારા પાંચ બૂમ સ્પેર્ડ ફોગીંગ મશીનનો વડોદરા મહાનગરપાલિકાને સહયોગ આપવામાં આવ્યો છે.
vadodara
આ મશીનની 600 લીટરની કેપેસિટી અનુસાર દૈનિક 3 હજાર લીટરના પ્રવાહીનો રોડ, રસ્તા,અને ડિવાઈડર પર છંટકાવ કરવામાં આવશે. શહેરમાં સેનેટાઈઝિંગ થકી વધુ કોરોનાં સંક્રમણ ટાળી શકાશે તેવો આશાવાદ મેયર ડો.જીગીષાબેન શેઠ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.