ગુજરાત

gujarat

ETV Bharat / city

જે થાય તે સારા માટે થાય, જાણીતા વિષય ન મળવાનું દુઃખ હતું તે થયું નષ્ટ : ગૌરવ પ્રાપ્ત કરનાર - Gold Medal Distribution Ceremony 2022

વડોદરા MS યુનિવર્સિટીમાં સુવર્ણ ચંદ્રક વિતરણ (Vadodara MSU program) સમારોહ યોજાયો હતો. જેમાં કુલ 191 વિદ્યાર્થીઓને 296 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાંથી 111 વિદ્યાર્થીનીઓ હતી. (suvarna chandrika vitran samaroh in Vadodara)

જે થાય તે સારા માટે થાય, જાણીતા વિષય ન મળવાનું દુઃખ હતું તે થયું નષ્ટ : ગૌરવ પ્રાપ્ત કરનાર
જે થાય તે સારા માટે થાય, જાણીતા વિષય ન મળવાનું દુઃખ હતું તે થયું નષ્ટ : ગૌરવ પ્રાપ્ત કરનાર

By

Published : Oct 13, 2022, 12:57 PM IST

વડોદરા MSUમાં સૌથી વધુ માર્કસ સાથે સ્નાતક તેમજ અનુસ્નાતકના (Vadodara MSU program) ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી શહેરના સયાજીનગર ગૃહ ખાતે યુનિવર્સિટી દ્વારા સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કુલ 191 વિદ્યાર્થીઓને 296 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી 111 તો વિદ્યાર્થીનીઓ હતી.(suvarna chandrika vitran samaroh in Vadodara)

વડોદરા MS યુનિવર્સિટીનો સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહ યોજાયો

રાજ્યપ્રધાન મનીષા વકીલની ઉપસ્થિતિ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યપ્રધાન મનીષા વકીલે જણાવ્યું કે, હું MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી, ત્યારે શિક્ષક બનવાનું સપનું હતું અને અત્યારે પદવીદાન સમારોહમાં રાજ્યપ્રધાન તરીકે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાની તક મળી છે. સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ જીવનમાં સતત આગળ વધવાની શીખ આપી હતી. વિદ્યાર્થીઓને ત્યાગ અને સમર્પણની ભાવના સાથે સમાજ માટે કંઈક કરવા છૂટવાનું જણાવી વિદ્યાર્થીઓને અહીંથી ન અટકીને જીવનની ખરી પરીક્ષા હવે શરૂ થયું હોવાનું ઉમેર્યું હતું.

સમારોહમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સારી કારકિર્દી સાથે દેશભક્તિનો સમન્વય કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં નામના મેળવી રહ્યા હોવાનું ગૌરવસહ જણાવ્યું હતું. આ યુનિવર્સિટી સારા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં સફળ થઈ રહી છે. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું કે, આ સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહમાં સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમમાં મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય સીમા મોહિલે, ધારાસભ્ય જીતુ સુખડિયા, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (Gold Medal Distribution Ceremony 2022)

સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહ

સુવર્ણ ચંદ્રક મેળવનાર કામનાઆ અંગે ગૌરવ પ્રાપ્ત કરનાર કામના ભારતીયે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. હું આટલે સુધી પહોંચવું મારા માટે એક ચેલેન્જ સાબિત થઈ છે. મારો ફેવરિટ વિષય ન મળ્યો અને મેં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સારું પર્ફોમ કરી આજે સુવર્ણ ચંદ્રક મળતા ખૂબ ખુશી થઈ રહી છે. આજે પોતાના જાણીતા વિષય ન મળવાનું દુઃખ હતું તે આજે સંપૂર્ણ પણે નષ્ટ થયું અને જે થયું તે સારા માટે તેવી ભાવના સાથે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. હાલમાં ખાનગી કંપનીમાં કામ કરી રહી છું અને મારું સપનું છે કે MS યુનિવર્સિટીમાં Ph.D પણ કરું. (Vadodara MSU Ceremony)

ABOUT THE AUTHOR

...view details