વડોદરા : રાજ્યમાં દિવસેને દિવસે યુવાનોના આત્મહત્યા કેસ વધતા જાય છે. ત્યારે વડોદરામાં યુવા એન્જિનીયરે તેની કંપનીમાં (Engineer Commits Suicide in Vadodara) જ જીવનનું અંતિમ પગલું ભર્યાની ઘટના સામે આવી છે. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. જેને લઈને સમગ્ર મામલે માંજલપુર પોલીસને જાણ થતા કાફલો તાત્કાલિક (Suicide Case in Vadodara) ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એક યુવાને આત્મહત્યા કર્યાના CCTV આવ્યા સામે આ પણ વાંચો :નફીસા આત્મહત્યા કેસ: પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, થયા મોટા ખુલાસા
પોતાની જ ઓફિલમાં પગલું ભર્યું - આજના સમયમાં ભણેલા ગણેલા યુવાનો પણ જીવન ટુંકાવવાનું અંતિમ પગલું ભરતા પહેલા સહેજ પણ વિચારતા નથી. સમાજ માટે આ એક ચિંતાજનક વિષય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. યશ અગ્રવાલ નામનો 27 વર્ષિય યુવાન (Crime Case in Vadodara) મિકેનિકલ એન્જિનિયરહતો તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતો હતો. યુવકના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. 2 જુલાઇએ યશ કંપનીમાં હતો. જ્યાં તેણે જીવનનું અંતિમ પગલું ભર્યું છે.
આ પણ વાંચો :નફીસા આત્મહત્યા કેસ : તાંદલજા આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધતી પોલીસ, આરોપી વિશે શું કાર્યવાહી થઇ તે જાણો
સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે -સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં યશ અંતિમ પગલું ભરતા પહેલા લાંબા સમય સુધી સ્થળ પર આંટાં મારી રહ્યો છે. આખરે તે ટેબલ કોઇ ઉંચી વસ્તુ પર ચઢે છે અને ગળે ફાંસો લગાવી લે છે અને ત્યાં જ તેને દેહ લટકતો જોવા મળી રહ્યો છે. જોકે આ સમયે કંપનીમાં કોઈ હાજર નહિ હોવાનું વીડિયોમાં ધ્યાને આવે છે. હાલના તબક્કે જીવનનું અંતિમ પગલું ભરવા પાછળનું કારણ સામે આવ્યું નથી. પરતું સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને (Vadodara Police) આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.