- ઉંડેરા ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
- કેમિકલ યુક્ત પાણી આવી જવાના કારણે મોત થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
- જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે આક્રોશ
વડોદરા: શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવી જવાને કારણે અસંખ્ય માછલીઓના મોત (Sudden death of fish in Undera village lake in Vadodara )થી ખળભળાટ મચ્યો છે. આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા અનેક વખત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યા હોવાની ફરિયાદો છતાં GPCB દ્વારા કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
વડોદરાના ઉંડેરા ગામના તળાવમાં અચાનક માછલીઓના મોતથી સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાતા રોગચાળો ફેલાવવાનો ભય સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાતા રહીશોમાં રોગચાળો ફેલાવવાનો ભય
વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના ગ્રામજનોએ તળાવમાં કેમિકલ યુક્ત પાણી પ્રવેશતા માછલીઓના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા. હાલ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના વાવર વચ્ચે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉંડેરા ગામની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા છાશવારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યા હોય અનેક ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. તળાવમાં ગંદકીથી વાતાવરણ દૂષિત બનતા લોકોમાં રોગચાળો ફેલાવવાનો ફફડાટ જોવા મળ્યો છે. આ અંગે સ્થાનિક અગ્રણી અબ્દુલભાઈ પટેલ સહિત ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
વડોદરાના ઉંડેરા ગામના તળાવમાં અચાનક માછલીઓના મોતથી સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાતા રોગચાળો ફેલાવવાનો ભય જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ અન્યથા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી તેઓને ખુલ્લા પાડવામાં આવશે : અગ્રણી
ઉંડેરા ગામના આગેવાન અબ્દુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરને અડીને આવેલું ઉંડેરા ગામના તળાવની અંદર કેમિકલયુકત ગંદુ પાણી આવી જવાના કારણે લાખોની સંખ્યામાં માછલીઓ ના મોત થયા છે. માછલીઓના મોત બાદ સાંજથી બીજા દિવસે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા વાતાવરણ પ્રદુષિત થઇ ગયું છે. સત્તાધીશો સુધી પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. પરંતુ માત્ર કોર્પોરેશનના કોઈ અધિકારી આવી સ્થળ નિરીક્ષણ કરી ચાલતી પકડી છે. હાલમાં આ તળાવ ભાડે રાખનાર જે વ્યક્તિ છે. જેને 17 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અને તળાવમાં માછલીઓ મરી જવાથી હાલમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવો રોગચાળો ફેલાયો છે. જિલ્લાના સત્તાધીશો આરોગ્ય ખાતુ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સત્વરે આ બાબતે ઘટતું કરવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય ઔદ્યોગિક એકમ હોય તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને ગરીબ માણસને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેમ ગામના અગ્રણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં નર્મદાની મેઈન કેનાલમાં ભૂંડ અને મગર વચ્ચે થયેલી ટક્કરનો વીડિયો વાઈરલ
આ પણ વાંચો:વડોદરામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચની ટીમો ત્રાટકી