વડોદરા : રાજ્યમાં હવે કોરોનાનો કહેર સ્કુલ, કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. MS Uni માં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું(Planning of Covid Test at Girls Hostel) હતું, તે અંતર્ગત તમામ વિદ્યાર્થીનીઓનું ટેસ્ટિંગ કરવામા આવ્યું(Testing of female students) હતું, જેમાંથી 10 જેટલી વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ(10 students corona positive) આવી હતી. તેમને અત્યારે હોસ્ટેલના એક વોર્ડમાં ક્વોરન્ટાઇન કરવામા આવી છે.
MS Uni માં કોરોનાના કેસોમાં નોંધાયો વધારો
શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. MS Uni માં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે દરમિયાન એક વિદ્યાર્થી ઢળી પડી હતી, જેને કારણે અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. જેટલી વિદ્યાર્થીનીઓ હાલ સંક્રમિત થઇ છે તેમને ક્વોરન્ટાઇન કરીને તેમની પુરતી સંભાળ અને કાળજી રાખવામાં આવી રહી છે.
યુનિવસીર્ટીની ગર્લ્સ હોસ્ટલમાં ટેસ્ટિંગની કામગીરી શરુ કરાઇ
યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ દલાલે કોરોના ટેસ્ટિંગ બાબતે જણાવ્યું હતું કે, અમને ગઇકાલેરો નોટિફિકેશન આપવામાં આવી હતી કે ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજે હોસ્ટેલની તમામ છોકરીઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. તેમજ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ રહે છે, જેમાંથી કોણ પોઝિટિવ છે કે નેગેટિવ છે તેની ખબર હોવી જોઈએ, જેથી આગળ કયા પ્રકારના પગલા લેવા તે અંગે નિર્ણય કરી શકાય.