વડોદરા :વડોદરાના પાલિકા તંત્ર દ્વારા શહેરના લાંબા બ્રિજના બાંધકામને અડચણ રૂપ મંદિરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાનો દાવો હતો કે, તમામ દેવોને અન્યત્રે મંદિરમાં જ મુકવામાં આવ્યા છે, ત્યારે નવલખી મેદાનમાં પડેલા બાંધકામના કાટમાળમાંથી હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ (Statues Found From Debris In Vadodara) મળી આવતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે. અગ્રણી હિન્દૂ નેતાએ સ્થળ પર ધરણા શરૂ કર્યા છે.
વડોદરામાં કાટમાળમાંથી મળી મૂર્તિઓ, ભક્તોમાં રોષની લાગણી વ્યાપી આ પણ વાંચો:મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહત,પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો મોટો ઘટાડો
વડોદરામાં કાટમાળમાંથી મૂર્તિઓ મળી : વડોદરાને સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. પણ તંત્ર કેવી રીતે કામ કરે છે તેનો સૌકોઇ શહેરવાસીઓને અનુભવ છે. હાલમાં શહેરના સૌથી લાંબા બ્રિજ, ગેંડા સર્કલથી ટ્યુબ કંપની સુધી નાનું નિર્માણ કાર્ય ચાલુ છે. દરમિયાન બ્રિજની કામગીરીની અડચણરૂપ મંદિરો હટાવવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે કરવામાં આવી હતી. મંદિરના પૂજારી સુધ્ધાંને અંધારામાં રાખીને સમગ્ર કામગીરી કરવામાં આવતા કોંગ્રેસ, આપ સહિત શહેરના ભક્તો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તદ્દન વિપરીત ઘટના આજે સામે આવી : આ ઘટના બાદ પાલિકા તંત્રએ સફાઈ આપતા જણાવ્યું હતું કે, તમામ દૂર કરાયેલા મંદિરોમાંથી દેવની મૂર્તિઓને તેમના જ અન્યત્રે મંદિરમાં મુકવામાં આવી છે. જ્યાં જેઓની પૂજા અર્ચના થશે. જો કે પાલિકા તંત્રના દાવાઓથી તદ્દન વિપરીત ઘટના આજે સામે આવી છે. આજે મુખ્યપ્રધાન શહેરની મુલાકાતે છે. ત્યારે નવલખી ગ્રાઉન્ડમાં મુકેલા બાંધકામના કટમાળમાંથી હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ મળી આવી છે. જેમાં પ્રત્યદર્શીનું માનવું છે કે ગણેશજીની મૂર્તિ માંથી આંખો જોવા મળતી નથી.
આ પણ વાંચો:સાંતલપુરમાં પાણીની પળોજણ : પીવાના પાણીની વિકટ સમસ્યાનો અર્થ જાણવો હોય તો જાણો અહીંના ગ્રામીણોની વ્યથા
ભક્તોમાં રોષની લાગણી : આ વાતની જાણ થતાં હિન્દૂ અગ્રણી અને એડવોકેટ નીરજ જૈન સ્થળ પર પહોંચ્યા હતા. અને તેઓએ તાત્કાલિક ધરણા શરૂ કરી દીધા છે જ્યાં સુધી કોઈ સક્ષમ અધિકારી સ્થળ પર નહિ આવે ત્યાં સુધી ધરણા ચાલુ જ રાખશે. પાલિકાની કામગીરીના દાવા ઊંધા પાડતી ઘટના સામે આવતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે, આ પ્રકારની કામગીરી કરનારાઓ પર કાર્યવાહી થવી જોઈએ.