ગુજરાત

gujarat

ETV Bharat / city

ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું સ્ફોટક નિવેદન: નો રિપીટ બીજા માટે મધુ શ્રીવાસ્તવ માટે નહીં, આગામી ચૂંટણી ભાજપમાંથી જ લડીશ અને વધુ મતોથી જીતીશ - Madhu Srivastava

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે વધુ એક વખત મોટું નિવેદન કરતા જણાવ્યું હતું કે, નો રિપીટ થિયરી બીજા બધા માટે હશે. મધુ શ્રીવાસ્તવ માટે નહીં. માટે જ આગામી ચૂંટણીમાં પણ હું વાઘોડિયાથી ભાજપમાંથી જ ચૂંટણી લડીશ.

ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ
ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ

By

Published : Sep 17, 2021, 10:25 PM IST

  • ગુજરાતના મુખ્યપ્રધાન બદલાયા બાદ નવા પ્રધાનમંડળમાં ભાજપે નો રીપીટ થીયરી અપનાવી
  • નો રીપીટ થીયરી મામલે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનુ સ્ફોટક નિવેદન
  • નો રિપીટ થિયેરી બીજા બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં

વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હાલમાં રાજ્યમાં બદલાયેલી રાજકીય તસ્વીરને લઈને તેઓએ ફરી એકવાર જે નિવેદન કર્યા છે. તે એક નવો વિવાદ શરૂ કરે તો નવાઈ નહીં. શુક્રવારે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ ભલે પ્રધાન મંડળમાં કે આગામી ચૂંટણીમાં નો રિપીટ થિયેરી અપનાવે, પરંતુ આ થિયરી મધુ શ્રીવાસ્તવને લાગુ પડતી નથી. માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ભાજપની ટીકીટ પર જ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેઓએ આગામી ચૂંટણીમાં અગાઉ કરતા પણ વધુ મતોથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ

સાતમી વખત પણ લડીશ અને જીતીશ, તેમા શંકાને કોઇ સ્થાન નથી: મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એક તો અમારી ભારતીય જનતા પાર્ટીએ નો રીપીટની થીયરી અપનાવી છે. તે માટે હું ભારતીય જનતા પાર્ટીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. એટલે હું તેમણે ખુબ ખુબ અભિનંદન આપું છું. હું ચુંટણી 6 વખત લડ્યો છું અને જીત્યો છું. સાતમી વખત પણ લડીશ અને જીતીશ, તેમા શંકાને કોઇ સ્થાન નથી.

ભારતીય જનતા પાર્ટીના બેનરથી જ લડીશ: મધુ શ્રીવાસ્તવ

વધુમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું જીતવાનો અને લડવાનો એ નક્કી છે અને ભારતીય જનતા પાર્ટીના બેનરથી જ લડીશ. વાઘોડીયા બેઠક પરથી લડતો આવ્યો છું અને ત્યાંથી જ લડીશ અને જીતીશ, ટીકીટ મને આપવાના છે અને જીતવાનો છું નક્કી છે અને વય મર્યાદાની વાત આવશે તો મારી ઉંમર તો હજુ હું 27-28 વર્ષનો જ લાગું છું. હજુ કંઇ ઉંમર વધારે થઇ નથી અને આજની તારીખે પણ જવાન જ લાગું છું. આ વખતે મારે લડવાનુ છે અને આવતી વખતે મારા પરિવારમાંથી કોઇને લડાવીશ અને જીતાડીશ.

ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ

ભારતીય જનતા પાર્ટીનો આભારી છું: મધુ શ્રીવાસ્તવ

પ્રધાન મંડળ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં મારી પાસે સ્વતંત્ર હવાલો છે, જેની માટે ભારતીય જનતા પાર્ટીનો આભારી છું. નો રીપીટી થીયરી બાબતે વાઘોડીયાના દબંગ ધારાસભ્યે જણાવ્યું કે, હું ચુંટણી લડવાનો અને જીતવાનો છું તેમા શંકાને કોઇ સ્થાન નથી. ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું. નો રીપીટ થીયરી મારા માટે નહીં આવે ગુજરાતમાં બધા માટે આવશે. ગયા વખતે 10 હજાર મતથી જીત્યો હતો. આ વખતે 25 હજાર કરતા વધુ મતોથી જીત

ABOUT THE AUTHOR

...view details