ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર ST બસમાં લાગી આગ - એક્સપ્રેસ હાઈ-વે

એક્સપ્રેસ હાઇ-વે પર આજોડ ગામ પાસે બપોરના અરસામાં વડોદરાથી અમદાવાદ જતી STમાં બપોરના સમયે એક્સપ્રેસ હાઇ-વે પર આગ લાગી હતી. ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્તા વાપરી બસને સાઇડ ઉભી કરી દેતા 29 પ્રવાસીઓ તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ST બસમાં લાગી આગ
ST બસમાં લાગી આગ

By

Published : May 11, 2021, 12:20 PM IST

  • એક્સપ્રેસ હાઇ-વે પર આજોડ ગામ પાસે બપોરના અરસામાં બની ઘટના
  • ટીપી-13 ફાયર સ્ટેશને ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો
  • બસમાં 15થી 20 જેટલા પ્રવાસીઓ સવાર હતા

વડોદરા: કાળઝાળ ગરમીના કારણે આગ લાગવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેવામાં વડોદરાથી અમદાવાદ જતી એસ.ટીમાં બપોરના સમયે એક્સપ્રેસ હાઇવે પર આગ લાગી હતી. બસના ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્ત વાપરી બસ રસ્તાની બાજૂમાં ઉભી કરી દેતા તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં આખી બસમાં આગ પ્રસરી જતા બળીને ખાક થઇ ગઇ હતી

આ પણ વાંચો: સુરતમાં રેપિડ ટેસ્ટ માટેની બસમાં લાગી આગ, તમામ સામાન બળીને ખાક

ST બસ વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી

બનાવ સંદર્ભે ટીપી -13 ફાયર સ્ટેશનના અધિકારી કિરણ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે બપોરના સમયે પાણીગેટ ડેપોથી અમદાવાદ જવા માટે એસ.ટી બસ ઉપડી હતી. દરમિયાન એક્સપ્રેસ હાઇવે પર બપોરના દોઢ વાગ્યાની આસપાસ બસ આજોડ ગામ પાસે પહોંચી હતી. જ્યાં અચાનક બસના પાછલા ટાયરના લાઇનરમાં ધર્ષણ સર્જાતા પહેલા ધુમાડા નીકળવાના શરૂ થયા અને જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી.

આ પણ વાંચો:રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગના બનાવ આવ્યા સામે

ડ્રાઇવર અને કંડક્ટરની સમયસુચક્તાથી દુર્ઘટના બનતા ટળી

ઘટના અંગે ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળતા સમગ્ર સ્ટાફ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે બસમાં આગ લાગે તે પહેલા જ ડ્રાઇવર અને કંડક્ટરે સમયસુચક્તા વાપરી બસને સાઇડ ઉભી કરી દેતા 29 પ્રવાસીઓ તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ABOUT THE AUTHOR

...view details