વડોદરાઃ સોખડા હરિધામ મંદિર (Sokhda Haridham Temple) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંદિરના ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં આજે (ગુરુવારે) મૃત્યુ (Gunatit Swami mysterious death) થયું છે. કહેવાય છે કે, તેઓ પ્રબોધ સ્વામીના સગા હતા. જોકે, તેમનું નિધન કઈ રીતે થયું તે કારણ હજી બહાર નથી આવ્યું. જાણવા એવું મળ્યું છે કે, તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. આપને જણાવી દઈએ કે, સોખડા હરિધામ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં (Sokhda Haridham Controversy) રહ્યું છે.
Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન - Sokhda Haridham Temple
વડોદરાનું સોખડા હરિધામ મંદિરમાં (Sokhda Haridham Temple) ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન (Gunatit Swami mysterious death ) થતા મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. ગુણાતીત સ્વામી પ્રબોધ સ્વામીના સગા હતા.
આ પણ વાંચો-Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ
ગુણાતીત સ્વામીના નિધન અંગે તર્કવિતર્ક -સોખડા મંદિરમાં અત્યારે ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ચાલી રહી છે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન અંગે ભક્તો તર્કવિતર્ક પર ચર્ચા કરી રહ્યા છે. જોકે, તેમનું મૃત્યુ હવે તપાસનો વિષય બની ગયો છે. અત્યારે હરિભક્તો સાથે જિલ્લા કલેક્ટર પણ સોખડા હરિધામ મંદિર (Sokhda Haridham Temple) પહોંચ્યા છે. તો સ્વામીજીના નિધન અંગે તપાસની માગ કરવામાં આવી છે.