- વડોદરામાં બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે પોલીસની લાલ આંખ
- ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલી અમર પાન કોર્નરમાં SOG એ રેડ કરી
- વિદેશી સિગારેટના જથ્થા સાથે સંચાલકની ધરપકડ
SOGએ બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કરી કાર્યવાહી
વડોદરા: શહેરના ગોત્રી હરિનગર બ્રિજ પાસે આવેલી અને બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતી દુકાનમાં દરોડો પાડી વડોદરા શહેર SOG પોલીસે સિગારેટનો જથ્થો જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી હતી.
SOGએ બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કરી કાર્યવાહી અમર પાન નામની દુકાનમાં વિદેશી સિગારેટના પેકેટોનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીગોત્રી રોડ હરિનગર બ્રિજ વિસ્તાર પાસે અમર પાન નામની દુકાનમાં વિદેશી સિગારેટના પેકેટો નું બિનઅધિકૃત રીતે વેચાણ થઈ રહ્યું હોવાની મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે પાનની દુકાનમાં રેડ કરી દુકાનમાંથી વિદેશી સિગારેટના પેકેટોનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ મામલે દુકાનના સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
SOGએ બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કરી કાર્યવાહી વિદેશી સિગારેટના પેકેટો કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ચેતવણી કે સૂચના વગર હોવાના મળી આવ્યા
ગોત્રી રોડ વિસ્તારના હરિનગર બ્રિજ નીચે આવેલ ક્રિષ્ણા કોમ્પલેક્સમાં અમર પાન નામની દુકાન આવેલ છે. આ દુકાનના સંચાલક જય ચંદીરામ કોટવાણી વિદેશી સિગારેટોનું ગેરકાયદે વેચાણ કરી રહ્યો હતો.જોકે વિદેશી સિગારેટના પેકેટો ઉપર કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ચેતવણી કે સૂચના વગર હોવાનું જણાઈ આવ્યું હતું.અમર પાનની દુકાનમાં વિદેશી સિગારેટના પેકેટોનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી એસઓજીના પોલીસ સ્ટાફને મળી હતી.જેના આધારે એસઓજીની ટીમે ઉપરોકત સ્થળે અમર પાન હાઉસની દુકાન ખાતે રેડ કરી હતી.જ્યાં દુકાનમાં હાજર સંચાલક જય કોટવાણીની પૂછપરછ સાથે દુકાનની તલાશી લીધી હતી.જેમાં વિદેશી સિગારેટના 13 નંગ અને ગોલ્ડન વર્જિનિયા ટોબેકોના પેકેટ નંગ - 1 મળી કુલ 14 પેકેટ કિંમત રૂા.2380 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સિગારેટ વેચાણના રોકડા રૂ.1120 મળી કુલ રૂ.3,500 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.