- વડોદરામાં મોંઘવારી ( Inflation protest )મામલે સામાજિક કાર્યકરે અનોખો વિરોધ કર્યો
- બાબા રામદેવના વેશમાં સાયકલયાત્રા યોજી
- ગેસના બોટલ,તેલના ડબ્બા,બેનરો પોસ્ટરો સાથે નીકળેલી સાયકલયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની
વડોદરાઃ પેટ્રોલ-ડીઝલના ( Petrol-diesel prices ) ભાવ વધવાની સાથે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. મોંઘવારી ( Inflation )વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારાથી જનતા અસહ્ય પીડા અને યાતનાઓ સહન કરી રહી છે. સાથે રાંધણગેસના ભાવ પણ બમણા થઇ ગયા છે અને તમામ લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.બીજી બાજુ કપાસિયા તેમજ સિંગતેલના ભાવ પણ બમણા થયાં છે. ત્યારે જનતાને આ મોંઘવારીના મારથી બચાવવા પેટ્રોલ-ડીઝલ કપાસિયા તેલ સિંગતેલ તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસમાં રાહત આપવાની માગ સાથે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવના વેશમાં સાયકલ યાત્રા યોજી હતી. જેણે શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.
મોંઘવારી મામલે વડોદરામાં સામાજિક કાર્યકરે બાબા રામદેવના વેશમાં વિરોધ કર્યો - પેટ્રોલ-ડીઝલના ભાવ
મોંઘવારી મામલે ( Inflation protest ) વડોદરાના સામાજિક કાર્યકરે અનોખો વિરોધ કર્યો હતો. બાબા રામદેવના વેશમાં ગેસના બોટલ, તેલના ડબ્બા સાથે સાયકલયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવોમાં પણ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પ્રજા ખૂબ પરેશાન છે તેની લાગણીને વાચા આપતાં મોંઘવારીનો માર જનતા પરેશાનના સૂત્ર સાથે વડોદરાના સામાજિક કાર્યકરે સાયકલયાત્રા કરી હતી. તેમણે બાબા રામદેવના વેશમાં તેલનો ડબ્બો તેમજ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચોઃ હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત
દેશના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સુધી વાત પહોંચાડવા માગ કરી
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મોંઘવારી ( Inflation ) મામલે સોમવારે અનોખો વિરોધ કર્યો હતો. તેમણે સાયકલયાત્રા યોજી તેનાથી લોકોનું ધ્યાન ખેંચાયું હતું. સાયકલ સાથે ગેસના બોટલ, તેલના ડબ્બા પોસ્ટર,બેનર સહિત વડોદરા શહેરના રાજમાર્ગો પર ફર્યા હતાં. જે રીતે મોંઘવારીનો માર દરેક વ્યક્તિને નડી રહ્યો છે કહી શકાય કે પેટ્રોલ-ડીઝલનો જે ભાવ છે તે 100 રૂપિયાને પાર થવા આવ્યો છે.જેમ જેમ ભાવ વધે તેમ તેમ જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યાં છે. તેની સાથે ગેસના બોટલના 1000 રૂપિયાની આસપાસ ભાવ થવા આવ્યા છે. તેલના ડબ્બાનો પણ બમણો ભાવ થઈ ગયો છે.આ તમામ બાબતોને આવરી લઈને આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર દેશના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સુધી પહોંચાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ