- શ્વાન દળના 'ડેની' અને 'સમ્રાટ' દ્વારા અપાઈ સલામી
- મીના જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ થયું હતું અવસાન
- પોલીસ શ્વાન દળમાં જૂન-2014 થી બજાવી રહી હતી ફરજ
વડોદરા : શહેર પોલીસ મુખ્ય મથકમાં ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતા "મીના" જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ માદા જર્મન સ્નિફર ડોગ શહેર પોલીસના શ્વાન દળમાં જૂન-2014થી ફરજ બજાવતી હતી. મીના સ્નિફર ડોગને પૂરા સન્માન સાથે ડોગ સ્કવોડના અન્ય બે સાથી ડોગ 'ડેની' અને 'સમ્રાટ' દ્વારા શ્વાન દળની પરંપરા અનુસાર સલામી આપીને અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્ક્વોડના કર્મચારીઓ દ્વારા અંતિમવિધી કરવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાને અંતિમ સન્માન મીના છેલ્લા 7 વર્ષછી ડોગ સ્ક્વોડમાં બજાવતી હતી ફરજ
વડોદરા શહેર પોલીસ શ્વાન દળના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી.શુકલે જણાવ્યું કે, શ્વાન દળમાં ચોરી, હત્યાનો ભેદ ઉકેલવા જે ડોગની મદદ લેવાય છે તેને ટ્રેકર તરીકે ઓળખવામાં આવે છે. જેને માનવ ગંધ પારખવાની તાલીમ આપવામાં આવે છે. જ્યારે સ્નિફર ડોગને વિસ્ફોટક પદાર્થ (Explosive) શોધવાની અદ્યતન તાલીમ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા વી.વી આઇ.પી વી.આઇ.પી મુલાકાત ઉપરાંત વિસ્ફોટક પદાર્થ શોધવા, મોકડ્રીલ અને ડેમોસ્ટ્રેશનમાં સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે. સ્નિફર ડોગ વી.વી.આઇ.પી અને વી.આઇ.પી મહાનુભાવોની મુલાકાત ઉપરાંત રથયાત્રા જેવા પ્રસંગોએ નિર્ધારિત માર્ગ પર વિસ્ફોટક પ્રદાર્થની શોધખોળ માટે સ્નિફર ડોગ ની મદદ લેવામાં આવે છે.સ્નિફર ડોગ સ્વ.મીનાએ વડોદરા શહેર જિલ્લા તેમજ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વી.વી.આઇ.પી બંદોબસ્ત ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ વી.વી.આઇ.પી બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.