- સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત અપાયા મોબાઈલ
- કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યા સ્માર્ટફોન
- સાંસદ રંજન ભટ્ટ અને મેયર કેયુર રોકડીયા સહિતનાઓ રહ્યા ઉપસ્થિત
વડોદરા:ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત N.A.I.R સંસ્થાના કર્મચારીઓના સહયોગથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પોતાના પરિવાર સાથે વીડીયો કોલના માધ્યમથી વાત કરી શકે તે હેતુથી સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં, શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ, મહામંત્રી સુનીલ સોલંકી, સાંસદ રંજન ભટ્ટ, સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્ર પટેલ, મેયર કેયૂર રોકડ્યા, ડેપ્યુટી મેયર નંદા જોશી, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ