વડોદરા:ગુજરાતની કલાનગરી વડોદરામાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Movement) વડોદરામાં પણ વેગ પકડી રહ્યું છે. જ્યાં ઘર કે કચેરીમાં લોકો તિરંગો (Indian national flag) લગાવી રહ્યા છે. આ તિરંગાથી ફૂટપાથ પરના વેપારીઓને પણ મોટો ફાયદો થયો છે. ફૂટપાથ પર તિરંગા, સ્ટીકર અને ટેગ વહેંચતા વેપારીઓમાં (Foothpath Vendor in Vadodara) પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. તારીખ 13થી 15 હર ઘર તિરંગા અભિયાનમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આ માટે લોકો અત્યારથી તિરંગાની ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો: અરે વાહ, ગુજરાતના આ હેરિટેજ સાઈટ પર હવે મળશે 'ફ્રી એન્ટ્રી'
PMની અપીલ: વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર દેશનો તિરંગો લોકોને વહેંચી પોતાનું ગુજરાન ચલાવતા અનેક વેપારીઓ છે. જેઓ વર્ષોથી રાષ્ટ્રીય તહેવારમાં આ પ્રકારે અવનવા ફ્લેગ, ટેગ વહેંચી કમાણીમાંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાની થીમ અંગે એલાન કર્યું હતું. જેનાથી ફૂટપટ પર અવનવા તિરંગોઓ વેચનાર વેપારીઓને પણ ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. તિરંગો ફૂટપાથ વેપારીઓ માટે પેટનો ખાડો પૂર્વ માટે સક્ષમ બની ગયો છે.