વડોદરા- વડોદરાના સિંધરોટ ગામ પાસે બનાવવામાં આવેલી નવી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંધરોટ પાણીની નવી લાઈનનું લોકાર્પણ (Inauguration by Prime Minister Narendra Modi) કરે તે અગાઉ તેમાં ભંગાણ સર્જાતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પાણીની લાઈન તૂટતા ઉપર રેલમછેલ થઈ જતા ઘૂંટણસમા પાણીમાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ભારે વરસાદ પડ્યો હોય તે રીતે પાણી ભરાઈ જતાં અને વાહનો બંધ પડી ગયા હતા તેમજ આ રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. મોડી રાત્રે યુદ્ધના ધોરણે કોર્પોરેશન દ્વારા મરામતની કામગીરી હાથ ધરાઈ હતી.
મોડી રાત્રે યુદ્ધના ધોરણે કોર્પોરેશન દ્વારા મરામતની કામગીરી હાથ ધરાઈ આ પણ વાંચોઃ Singhrot water Project : વડોદરા મેયર અને એમએલએનું પાણીપત સર્જાયું?, પીએમ મોદી કરવાના છે ઉદ્ઘાટન
ઘૂંટણસમા પાણી ભરાયાં- વડોદરા શહેરના માંજલપુર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણીની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત બનાવવામાં આવેલી સિંધરોટ ગામે પાસે મહીસાગરથી વડોદરા આવતી પાણીની નવી પાઈપલાઈન (New water pipeline from Mahisagar to Vadodara) ફાટતા લાખો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સિંધરોટ તરફથી વડોદરા અને વડોદરા તરફી સિંધરોટ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. મહત્વનું છે કે ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક ટુવ્હીલર બંધ પડી ગયા હતાં. ભારે વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઇ જાય તેમ રોડ ઉપર પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરા પાલિકા દ્વારા સિંધરોટ પાણી પુરવઠા યોજનાનો ટ્રાયલ રન લેવાયો
રાતોરાત સમારકામ કરાયું - આવતીકાલે 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના દક્ષિણ વિસ્તારમાં આ નવી પાણીની ટાંકીનું લોકાર્પણ (Inauguration by Prime Minister Narendra Modi) કરવાના છે. જેનો લાભ સમગ્ર શહેરને થવાનો છે. તેમના લોકાર્પણ પૂર્વે વડોદરામાં નવી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાંની સાથે જ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. કોર્પોરેશનની નવી પાણીની લાઈન પાસે વીજ કંપનીની વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation ) માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન લાઈન તૂટી જતા મોડી રાત્રે ત્રણ કલાક સુધી યુદ્ધના ધોરણે સમારકામની પ્રક્રિયા હાથ ધરી પરિસ્થિતિ થાળે પાડી હતી. જેથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકાર્પણ કાર્યક્રમને કોઈ અસર નહીં પડે.