ગુજરાત

gujarat

ETV Bharat / city

સતયુગમાં તૈયાર થયેલા શિવમંદિરના પેટાળમાં છે અનેક રહસ્યો, જાણો ઇતિહાસ

વડોદરામાં એક એવું શિવ મંદિર કે જે સતયુગમાં બનેલું છે. જિલ્લામાં વાઘોડિયા તાલુકાના Waghodia Taluka in Vadodara ગોરજ ગામમાં નંદી મહારાજનો ઈતિહાસ છૂપાયેલો છે. જેની વાત ગોરજ ગામના લોકોમાં ખૂબ પ્રચલિત History of Nandi Maharaj in Shiva Temple છે. આવો જાણીએ શું છે આ શિવ મંદિરની પૌરાણિક વાત કે જે આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળનું સાક્ષ્‍ય પૂરુ પાડે છે.

ગોરજ ગામના લોકોની શિવમંદિરની પૌરાણિક વાત
ગોરજ ગામના લોકોની શિવમંદિરની પૌરાણિક વાત

By

Published : Aug 15, 2022, 10:51 PM IST

વડોદરાજિલ્લામાં એક એવું શિવમંદિર જેના વિશે એવી માન્યતા પ્રચલિત છે કે આ મંદિર સતયુગમાં Satyuga Temple of Lord Shiva બનાવવામાં આવ્યું હતું. આ માન્યતાને જાણે સમર્થન મળતું હોય એમ અહીં ચોથી પાંચમી સદીના શિવ પંચાયતન મંદિરના ભગ્નાવેશેષો મળી આવ્યા છે. આ અવશેષો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળનું સાક્ષ્‍ય પૂરુ પાડે છે. આ મંદિર પોતાના પેટાળમાં અનેક રહસ્યો સંગ્રહી કાળની થપાટ સામે આજે અડીખમ ઉભું છે.

પૌરાણિક મંદિર બનાવવા માટે વપરાયેલી પોલીશ્ડ, સિલિકાયુક્ત ઇંટોના કદ પરથી ચોથી પાંચમી સદીમાં મંદિર બાંધવામાં આવ્યું હોવાનો અંદાજ પુરાતત્વ ખાતું લગાવે છે

ગામનું નામ ગોરજ કેવી રીતે પડ્યું વડોદરા વાઘોડિયા તાલુકાનું ગોરજ ગામ Goraj village of Waghodia taluka ચારેય બાજુ હરિયાળીથી રળિયામણું લાગે છે. ગાયોના ચાલવાથી ઉડતી રજ કણના કારણે આ ગામનું નામ ગોરજ પડ્યું હોવાની વાત સમજમાં આવે છે. ગ્રામજનોમાં એવી વાત પ્રચલિત છે કે પાવાગઢથી ગાયોના ધણ અહીં ચરવા માટે આવતી હતી. એક વખત ધણમાંથી નંદી વિખુટા પડી ગયા હતા.

આ પણ વાંચોડાંગનું આ ગામ પૌરાણીક શિવમંદિરની મૂર્તિઓ અને કોતરકામ પ્રાચીન સમયની આસ્થાની ગવાહી પુરી પાડે છે

નંદી મહારાજે કરી કાલી માતાને કરી વિનંતીઆ નંદી મહારાજ મહાકાળી માતા પાસે ગયા હતા. ફરી ધણ પાસે જવા માટે માં કાલીને વિનંતી કરી અને તેમના આશીર્વાદથી નંદી મહારાજ ધણ તરફ આગળ વધી રહ્યા હતા. નંદી મહારાજે પોતાની મોટી ખુંધથી ગળા સુધીના ભાગમાં રત્નજડિત સોનાનો હાર પહેર્યો હતો. માર્ગમાં મળેલા કેટલાક લૂંટારૂઓને આ કિંમતી હાર લૂંટવા દાઢ લડકી હતી. કેટલાક લૂંટારૂઓ નંદી મહારાજની પાછળ પડ્યા. એમાંથી એક દ્રુષ્ટબુદ્ધિએ નંદી મહારાજ પર હુમલો કર્યો મુખ ભંગ કર્યું હતું.

આ માન્યતાને જાણે સમર્થન મળતું હોય એમ અહીં ચોથી પાંચમી સદીના શિવ પંચાયતન મંદિરના ભગ્નાવેશેષો મળી આવ્યા છે

દેવ નદીમાંથી આજે પણ આવી પ્રતિમાઓ મળી આવે છે નંદી મહારાજે વળતા પ્રહારમાં તમામ લૂંટારૂઓને પગ તળે કચડી નાખ્યા હતા. નંદી મહારાજ લોહી નીકળતી હાલતમાં દેવ નદીમાં આગળ વધતા ગયા. એવું માનવામાં આવે છે કે, તેમનું લોહી જ્યાં જ્યાં પડ્યું ત્યાં નંદી મહારાજની પ્રતિમા બનતી ગઇ હતી. દેવ નદીમાંથી આજે પણ આવી પ્રતિમાઓ મળી આવે છે. આ મહારાજ સાંઢિયાપૂરા ગામ પાસે પૌરાણિક મંદિરમાં વસી ગયા હતા. એ મંદિર એટલે સતયુગની સાક્ષી પૂરતું શિવ પંચાયતન મંદિર Shiva Panchayat Temple.

ઇનામદારોએ મંદિરનો કરાવ્યો જીર્ણોદ્ધાર ગાયકવાડ શાસન દરમિયાન During Gaekwad Rule ઇનામદારોએ આ મંદિરના મુખ્ય ભાગ પૂરો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એકદંડિયા મહેલ જેવું દિવ્ય મંદિર લાગે છે. આ બધી બાબતોને ધ્યાને રાખીને ભારતીય પુરાતત્વ ખાતા Department of Archeology of India દ્વારા ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું છે. સૌના આશ્ચર્ય વચ્ચે અહીં ચોથી પાંચમી સદીના મંદિરના અવશેષો મળી આવ્યા હતા. આ પૌરાણિક મંદિર બનાવવા માટે વપરાયેલી પોલીશ્ડ, સિલિકા યુક્ત ઇંટોના કદ પરથી ચોથી પાંચમી સદીમાં મંદિર બાંધવામાં આવ્યું હોવાનો અંદાજ પુરાતત્વ ખાતું લગાવે છે.

નંદીનું મુખ ભગ્નઉત્ખનન દરમિયાન મળેલી અમુક પ્રતિમા અને અવશેષો કાયાવરોહણ મ્યુઝિયમમાં Statues and relics at the Kayavarohana Museum રાખવામાં આવી છે. લોકોક્તિમાં રહેલા નંદી મહારાજની પ્રતિમા પણ ત્યાંથી મળી આવી છે. કાળમીંઢ પથ્થરથી બનેલા નંદીનું મુખ ભગ્ન છે. જે તેમના મુખ પર હુમલો થયો હોવાનું પ્રતીક છે. ખૂંધ સામાન્ય કરતા મોટી છે. તેના પગ નીચે લૂંટારૂઓ જોવા મળે છે.

આ પણ વાંચોસોમનાથમાં બનાવાશે પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ

મંદિર બહાર બે ક્ષત પાળિયા રૂપે મૂર્તિ છેએક માન્યતા એવી પણ છે કે, નંદી મહારાજે લૂંટારૂઓને પથ્થર કરી દીધા હતા. મંદિરના Shiv Temple built in Satyuga પરસાળમાં બીજા બે નંદી પણ છે. જે નાના કદના છે. મંદિરની પ્રાચીન દિવાલોને તે જ ઇંટોથી રિસ્ટોર કરવામાં આવી છે. ઇનામદારોએ બંધાવેલા મંદિર બહાર બે ક્ષત પાળિયા રૂપે મૂર્તિ છે. એક મૂર્તિ ભગવાન વિષ્ણુની હોવાનો અંદાજ લગાવી શકાય છે. મંદિર આસપાસ બીજા ચાર મંદિર હોવાના પુરાવા ભાંગેલી ઇંટોના આકાર આપે છે. આ મંદિરનો આકાર તારા જેવો હોવાનું માનવામાં આવે છે.

પથ્થરમાંથી બનેલી ચંદ્રશીલા અહીં છે પરસાળમાં એક ઓરસિયો, બહાર એક પથ્થરમાંથી બનેલી ચંદ્રશીલા પણ છે. અહીંથી ગુપ્તકાલીન સિક્કાઓ ઉપરાંત ઓમ જગેશ્વર લખેલી તાંબાની મહોર પણ મળી આવી હતી. શિવલિંગ પર્વતાકારનું છે. આસપાસના લોકો બહુ જ આસ્થા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, ગોરજથી દંખેડા સુધીમાં સવા સો શિવલિંગ છે. સાંઢીયાપૂરાનું આ મંદિર અદ્દભૂત આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે

ABOUT THE AUTHOR

...view details