- તૌકતેના પગલે કોવિડ દર્દીઓનું સ્થળાંતર કરાયુ
- વાવાઝોડાને લઈ સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા
- જિલ્લા અને તાલુકા નિયંત્રણ કક્ષો આખી રાત ધમધમતા રહ્યાં
વડોદરાઃ તૌકતે વાવાઝોડાને ઘ્યાનમાં રાખી મોડી રાત્રે અટલાદર કોવિડ હોસ્પિટલમાંથી 145થી વધુ દર્દીઓને સલામત રીતે ખસેડ્યા હતા. દર્દીઓનું કોવિડ કેર સેન્ટરમાંથી સમરસ હોસ્પિટલમાંથી સફળતા સ્થળાંતર કરવામાં આવ્યુ.
વાવાઝોડાને લઈ સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા
તૌકતે વાવાઝોડા ગુજરાત પર ત્રાટક્યુ છે જેના પગલે અટલાદરા હોસ્પિટલમાં 145થી વધુ દર્દીઓને સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા દર્દીને સલામત રીતે ખસેડ્યા પછી સ્થળાંતરનું કામ સફળતા પુર્વક પૂરું થયું છે. ખાસ ફરજ પરના અધિકારીએ વ્યક્તિગત રીતે આ પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કર્યું હતું.
તેમણે અટલાદરા હોસ્પિટલ ખાતેના સુરક્ષાકર્મીઓ, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફને તમામ ઉપકરણો, દવાઓ અને અન્ય પુરવઠાની સલામતી સાચવવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે પરિસ્થિતિ પૂર્વવત થાય એટલે ફરીથી આ સુવિધાનો સારવાર માટે ઉપયોગ કરવાનો સંકેત આપ્યો હતો.