- સફળ કામગીરી કરનારા શાલિની અગ્રવાલની બઢતી સાથે બદલી
- કલેક્ટર પદે પણ હજુ સુધી કોઈપણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી
- ગંદા રાજકારણને કારણે કોઈપણ IAS અધિકારી વડોદરામાં ટકી શકતા નથી
વડોદરા: મહાનગરપાલિકામાં ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે. તેના કારણે કોઈપણ IAS અધિકારી ટકી શકતા નથી. તેમજ કોઇપણ અધિકારી આવવા રાજી પણ નથી. એક સમય એવો હતો કે વડોદરામાં પોસ્ટિંગ માટે સારા અધિકારીને સિલેક્ટ કરવામાં આવતા હતા. જિલ્લા કલેક્ટર તરીકે સફળ કામગીરી કરનારા શાલિની અગ્રવાલની બઢતી સાથે બદલી કરીને મ્યુનિસિપલ કમિશનરનો કાંટાળો તાજ કરાવી દીધો હતો. કલેક્ટર પદે પણ હજુ સુધી કોઈપણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે નવા કમિશનર કેટલાક સફળ થાય છે.
મ્યુનિસિપલ કમિશનર નો કાંટાળો તાજ શાલિની અગ્રવાલ ને આપવામાં આવ્યો
વડોદરા મહાનગર પાલિકામાં જેવી રીતે વર્ષોથી સમજોતા એક્સપ્રેસ ચાલી રહ્યું છે. વડોદરા શહેરમાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્ટેટજીસ્ટ પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ એવા શાલીની અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે. અને નવા કલેકટર હજી સુધી કોઈપણ નિમણૂક કરવામાં આવી નથી. જ્યાં સુધી નવા કલેકટરની નિમણૂક કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ કલેકટરનો ચાર્જ પણ સ્વીકારશે. શાલિની અગ્રવાલ વડોદરા શહેર અને જિલ્લાથી વાકેફ છે.
આ પણ વાંચો:વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી.સ્વરૂપે સંભાળ્યો ચાર્જ
શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાની વરસાદની કામગીરી ખૂબ સફળતા પૂર્વક કરી હતી
ગત વર્ષે વરસાદના કપરા કાળમાં શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાની વરસાદની કામગીરી ખૂબ સફળતા પૂર્વક કરી હતી. જ્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ વડોદરા શહેર માટે નવા હતા. ત્યારે મેડમ વડોદરા શહેર અને જિલ્લાથી પરિચિત છે. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કલેક્ટર અને કમિશનરનો બંને ચાર્જ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના ઇન્ચાર્જ હોય એવો પહેલો કિસ્સો હતો.