વડોદરા: 23 જાન્યુઆરી, 2017ના રોજ અગસ્ત ક્રાંતિ ટ્રેન દ્વારા શાહરૂખ મુંબઇથી દિલ્હી જઇ રહ્યો હતો. રઇસ ફિલ્મના પ્રમોશન માટે તે થોડી મિનિટ માટે વડોદરા (Shahrukh Khan Vadodara railway station) રોકાવાનો હોવાને કારણે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ભીડ એકત્રીત થઇ હતી. ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
વડોદરાની કોર્ટમાં ફરિયાદ:આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું. દરમિયાન ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે એપ્રિલ-2022માં શાહરૂખ ખાન સામેની ફરિયાદ રદ કરી હતી.
આ પણ વાંચો:NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા