ગુજરાત

gujarat

ETV Bharat / city

Sex Racket : વડોદરા SOGની ટીમે હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો કર્યો પર્દાફાશ, સંચાલક મહારાષ્ટ્રથી બોલાવતો હતો યુવતીઓ - વડોદરા સયાજીગંજ વિસ્તાર

વડોદરા(vadodra) ના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો (Sex Racket) પર્દાફાશ કર્યો હતો. ફરી એક વખત સયાજીગંજ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. SOG દ્વારા દરોડો પાડવામાં આવતા 2 યુવતી સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara SOG team exposes high profile sex racket
Sex Racket : વડોદરા SOGની ટીમે હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો કર્યો પર્દાફાશ,

By

Published : Jun 23, 2021, 2:17 PM IST

  • સયાજીગંજ વિસ્તારની એક હોટલમાંથી સેક્સરેકેટનો થયો પર્દાફાશ
  • સેકેસરેકેટ ચલાવનારો માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી બોલાવતો યુવતીઓ
  • વડોદરા SOGએ 2 યુવતીઓ સબિત 3-4 લોકોની કરી અટકાયત

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તાર (Sayajiganj area) માં આવેલા રેલવે સ્ટેશન નજીકની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવાર એટલે કે 22 જૂને મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડી હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ (Sex Racket)નો પર્દાફાશ કર્યો હતો. ફરી એક વખત વડોદરા SOG ( vadodra SOG) એ દરોડો પાડતા શહેરની સયાજીગંજ પોલીસ (Vadodra police) ઊંઘતી ઝડપાઇ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ SOGની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશન (Sayajiganj Police station) વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાંથી નામચીન બૂટલેગરોનો 3 લાખ 33 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGની રેડ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો. બૂટલેગર સાથે પોલીસનું કનેકશન ખુલ્લું પડતાં સમગ્ર ડી-સ્ટાફની (D-Staff) ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

હોટલના 3 રૂમમાંથી સેક્સરેકેટનો થયો પર્દાફાશ

વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં (સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષ) સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી વડોદરા SOGને મળી હતી. જેથી મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રેડ પાડી હતી. પોલીસને જોતાં જ હોટલમાં દોડધામ મચી ગઇ હતી. રેડ દરમિયાન પોલીસે તપાસ કરતા હોટલના 3 રૂમમાંથી સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાંથા 2 યુવતી મળી આવી હતી. બંન્ને યુવતીઓની SOG દ્વાર પૂછપરછ કરવામાં આવતા સેકેસરેકેટ ચલાવનારો માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો. આ બાદ વડોદરાની હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો.

SOGએ 4 થી 5 લોકોની કરી અટકાયત

વડોદરા SOGએ સેક્સરેકેટ મામલે હોટલમાંથી 2 યુવતી સહિત 4 થી 5 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કરેલી રેડ દરમિયાન હોટલમાંથી પકડાયેલી મહારાષ્ટ્રની યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સેક્સરેકેટનો સંચાલક એક ગ્રાહક પાસેથી 3થી 4 હજાર રૂપિયા વસૂલતો હતો. ગ્રહક પાસેથા ઓનલાઇન પેમેન્ટ મેળવ્યા બાદ હોટલમાં બોલાવતો હતો.

આ પણ વાંચોઃથાણેમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, તામિલ અભિનેત્રી સહિત 5ની ધરપકડ

બુટલેગરો બાદ સેક્સરેકેટનો પર્દાફાશ થતા નવાજૂનીના એંધાણ

SOG દ્વારા બે દિવસ અગાઉ પણ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નામંકિત બુટલેગરોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ હાલ આ સયાજીગંજ વિસ્તારની જ હોટલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરતા ફરી એક વખત કંઇ નવાજૂની થાય તેવા એંધાણો મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details