- વડોદરામાં પોલીસની પાઠશાળાના અનેરા દ્રશ્ય
- માંજલપુર પોલીસ સ્ટેશન બની પાઠશાળા
- એવું પોલીસ સ્ટેશન જ્યાં બાળકો હોંશેહોંશે આવે
વડોદરાઃ આઝાદીના 75 વર્ષની જોરશોરથી ઉજવણી થવાના પ્લાનિંગો સામે આવી રહ્યાં છે ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકાર એવા શિક્ષણ વિશે વધુ કંઇક સાનમાં સમજાવી જતી આ વાત છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં કંઇકેટલાય અપરાધીઓ આવ્યાંગયાં છે પણ તમે જે દ્રશ્યો જોઇ રહ્યાં છો તે દિમાગમાં જરા જુદી છાપ પાડે. તમને થાય કે ભૂલમાં રીપોર્ટિંગ ખોટું જઈ રહ્યું છે પણ સાચે જ એમ નથી. આ સેવાની પાઠશાળા જ છે જ્યાં પ્લે ગ્રુપના બાળકો પણ છે, ધોરણ 8ના વિદ્યાર્થી પણ છે. પોલીસની આ પાઠશાળા ફેબ્રુઆરીમાં ખુલી ત્યારે 30 બાળકો ભણવા આવ્યાં હતાં જે હવે વધીને 70 પર આંકડો પહોંચ્યો છે. તમે આ દ્રશ્યમાં માર્ક કર્યું જ હશે કે તેમાં બહેનો પણ અભ્યાસ કરી રહેલી જણાશે. તે બાળકોના વાલીઓ છે. તો જાણીએ કે આ શું બની રહ્યું છે...
ACP એસ. બી. કૂંપાવતે ઝડપી સારા કામની તક
શિક્ષણ આ સૌ માટે ખૂબ મોંઘી મિરાત છે. મનીષાબહેનની અંગ્રેજીની એબીસીડી શીખવાની ધગશ તમે સાંભળી? આ બધું જ જે તમે જોયું અને જાણ્યું તે શક્ય કઇ રીતે બન્યું કે એક પોલીસ સ્ટેશનની અંદર બાળકો છૂટથી પોલીસના ડર વિના હોંશેહોંશે ભણી રહ્યાં છે. વાત એમ છે કે રસ્તા પર સેવાની પાઠશાળામાં આ બાળકો ભણતાં હતાં. એવામાં એક દિવસ ACP એસ. બી. કૂંપાવતની નજર તેમની પર પડી. બાળકો શિક્ષણ મેળવી રહ્યાં હતાં ત્યાં ભારે વાહનોની ખૂબ અવરજવર રહે છે. જેથી કૂંપાવતે ત્યાં ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો. એક પોલીસ અધિકારીને કંઇક સારુ કામ કરવાની તક સમજાઇ ગઇ. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકોને ભણવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી.
બાળકો સહજપણે નિર્ભયતાથી કાયદાનો પાઠ પણ શીખી રહ્યાં છે