- નડાબેટ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર ખાતે વડોદરાના કલાકારે બનાવેલા સ્કલ્પચર મુકાશે
- ગુજરાતના છેવાડે નડાબેટ ગામે ભારત પાકિસ્તાનની બોર્ડર ઝીરો લાઇન આવેલી છે
- ગુજરાત ટુરિઝમ સીમા દર્શન હેઠળ પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે નડાબેટ
- વડોદરાના કલાકારે ફાઇબર ગ્લાસમાંથી BSF ના જવાનોના 30 જેટલા સ્કલ્પચર બનાવ્યા
વડોદરા: ગુજરાતના છેવાડે નડાબેટ (Nadabet) ગામ આવેલુ છે. જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર ઝીરો લાઇન આવેલી છે. હવે ગુજરાત ટુરિઝમ સીમા દર્શન હેઠળ નડાબેટ પણ પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે. વાઘા બોર્ડર (Wagah Border) ની જેમ જ ત્યાં 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીના રોજ પરેડ કરવામા આવશે. સાથે જ ત્યાં BSF ના જવાનોનુ મ્યુઝિયમ પણ આવેલુ છે. આમ હવે નડાબેટ ખાતે પણ વાઘા બોર્ડર (Wagah Border) ની જેમ સીમા દર્શન થઈ શક્શે.
આ પણ વાંચો:CM Rupani Nadabet Visit: બનાસકાંઠાના નડાબેટના વિકાસના કામોનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું