અમદાવાદમાં ચાલુ સ્કૂલમાં માંથી વિદ્યાર્થીઓ પડી જવાની ઘટનાને લઈ હરકતમાં આવી છે. R.T.O. અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન કર્યા વગર દોડતા સ્કૂલવર્ધીના વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે બીજી તરફ સ્કૂલવર્ધીના ચાલકો દ્વારા કાયદાના પાલન નામે R.T.O. કચેરી તેમજ પોલીસ વિભાગ દ્વારા હેરાન ગતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્કૂલવર્ધીના ચાલકોની બદામડી બાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
વડોદરામાં સ્કૂલવાહન ચાલકોની હડતાળને પગલે વાલીઓ થયાં પરેશાન - gujarat
વડોદરા : શહેરમાં R.T.O.અને ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાન ગતિ આક્ષેપ સાથે શહેરના સ્કૂલવાહન ચાલકો બે દિવસની હડતાલ પર છે. શાળાએ જતા બાળકો અને વાલીઓની મુસીબતમાં વધારો થયો હતો. પોલીસ અને R.T.O. દ્વારા કાયદાનું પાલન કરવાના નામે હેરાનગતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વડોદરાના સ્કૂલવર્ધીના ચાલકોએ બદામડી બાગ ખાતે મળેલી બેઠક બાદ બે દિવસથી હડતાલની જાહેરાત કરી હતી.
સ્કૂલવર્ધીના ચાલકોએ થતી હેરાનગતિ સામે બે દિવસની હડતાળની જાહેરાત કરી હતી. બે દિવસની હડતાળ પર ઉતરનાર સ્કૂલવર્ધીના ચાલકોએ બે દિવસ દરમિયાન થતી હેરાનગતિ તેમજ પડતર માંગણીઓની શહેર પોલીસ કમિશનર જીલ્લા કલેકટર અને R.T.O. અધિકારીને રજૂઆત કરવામાં આવશે. બે દિવસની હડતાળને પગલે વાલીઓને નોકરી-ધંધો પડતો મુકીને બાળકોને સ્કૂલે લેવા મુકવા જવાનો વારો આવ્યો હતો. વાલીઓએ આ મુદ્દે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓને વાહનો લઈને વિદ્યાર્થીઓને લેવા મુકવા માટે જવુ પડયુ હતુ.જેના પગલે સ્કૂલોની બહાર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.