વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દેણા ગામે (dena village vadodara) અનુસૂચિત જાતિના સ્મશાન (Scheduled Caste Cemetery in Dena)ના નવીનિકરણના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય, જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના સભ્યોની હાજરીમાં કેટલાક વિધર્મીઓ ધસી આવ્યા હતા. ધસી આવેલા ઉપદ્રવીઓએ ધમાલ કરીને ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો તોડી (Insult to the photo of Baba Ambedkar In Vadodara) નાંખ્યો હતો અને જાતિ વિષયક શબ્દો બોલીને ધમકી આપી હતી. આ ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ આવી પહોંચી હતી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે.
નવીનિકરણ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી
વડોદરા શહેરની નજીક આવેલા દેણા ગામે રહેતા મહેન્દ્રભાઈ મગનભાઈ પરમારે (sc situation in gujarat) તેમની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી જણાવ્યું છે કે, દેણા ગામે અનુસુચિત જાતિના લોકોનું સરકારી માલિકીના સર્વે નં.109માં સ્મશાન આવેલું છે. જેની હાલત જર્જરિત થતા તેના નવીનિકરણ માટે સરકારે ગ્રાન્ટ (Government Grant for Scheduled Caste Cemeteries) ફાળવી હતી. ગત રોજ સવારે સ્મશાનના નવીનિકરણ માટે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું.
ઝપાઝપી કરી જાતિ વિષયક શબ્દો બોલ્યા
તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં રોહિત સમાજના લોકો ઉપરાંત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, ગામના સરપંચ વાહિદખાન પઠાણ સહિતના સભ્યો હાજર હતા. સ્મશાનની જગ્યામાં બનેલી નવી સ્કૂલમાં ટેબલ પર ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવામાં આવ્યો હતો. વિધર્મી સમાજના ઈમરાન પઠાણ, મન્સુરખાન પઠાણ, મોહસિન પઠાણ, મુન્ના પઠાણ, એહમદ હઝકત, અલ્તાફ સહિતના અન્ય લોકો ઘસી આવ્યા હતા અને અમારી સાથે ખરાબ વર્તન કરી જાતી વિષયક શબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા.