ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ - Oxygen facility for corona patient

કોરપોરેશની ચૂંટણી પછી રાજ્યામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને કોરોના કેસમાં વધારો પણ થઇ રહ્યો છે. જેને કારણે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમા 575 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

sayaji
કોરોના ના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ

By

Published : Mar 22, 2021, 6:06 PM IST

  • કોરોના સામે લડવા મધ્ય ગુજરાતની સોથી મોટી હોસ્પિટલ સયાજી સજ્જ
  • ઉભું કરવામાં આવ્યું કોવિડ સેન્ટર જેમાં 575 બેડની સુવિધા
  • હોસ્પિટલમાં ઓક્સિજનની પુરતી વ્યવસ્થા
    કોરોના ના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ

વડોદરા:મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોવિડને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલની અંદર 575 બેડ સહિત ડૉક્ટર, નર્સ, વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોવિડને લઈને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સજ્જ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ થયો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલનું તંત્ર પણ કોવિડની સામે લડાઇ લડવા સજ્જ જોવા મળ્યું છે. સયાજી હોસ્પિટલની અંદર કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને હોસ્પિટલની અંદર કોવિડ ડેલીકેટેડ 575 બેડ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં icu અને icu વગરના પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિપુલ માત્રામાં ઓક્સિજન હોસ્પિટલમાં હાજર

સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરની અંદર 450થી વધુ ડૉક્ટર અને નર્સની સંખ્યા કામ કરી રહ્યા છે અને 235 જેટલા વેન્ટિલેટર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડે તો બીજી અન્ય હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. ઓક્સિજનનો જથ્થો વિપુલ માત્રામાં હોસ્પિટલ તંત્ર પાસે હાજર છે. 20,000 લીટર ઓક્સીજનની 2 ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે, તેને લઈને સયાજી હોસ્પિટલનું તંત્ર જોવા મળી રહ્યું છે અને સરકારના આદેશ મુજબ આગામી સમયમાં પણ બેડની વ્યવસ્થા વધારવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details