વડોદરાજિલ્લાના સાવલીના ધારાસભ્ય (MLA from Savli Vadodara) કેતન ઇનામદાર દ્વારા યુવા સંમેલનમાં કાયદાની એસી કી તેસી કરી બહુ મોટી ભડાસ હાંકી હતી. હૂંકાર કર્યો હતો કે તમારી બાઇક પોલીસ ક્યાંય પણ પકડે અને લાયસન્સ માંગે ( police ask for your vehicle license) અને ના હોય તો મારું નામ આપજો પોલીસ છોડી દેશે. જોકે આ ભડાસ માત્ર સાવલીપૂરતી સમિતિ છે. સાવલીના કોઇ પણ બાઈક ચાલકને લાયસન્સની જરૂર આખા ગુજરાતમાં જરૂર નહીં પડે તેવો હૂંકાર કર્યો હતો.
ટ્રાફિક પોલીસ યોજે છે ટ્રાફિક નિયમનો અને લાઇસન્સના કેમ્પો જિલ્લા ટ્રાફિક પોલીસ (Vadodara District Traffic Police) દ્વારા આશરે 50 જેટલી બાઈકો કરી ડીટેઈન (Traffic police detained motor cycles) કરી હતી. બાઈક ચાલકો દ્વારા કેતન ઈનામદારને રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલી પોલીસ સ્ટેશનએ (Savli Police Station) પહોંચી યોગ્ય રજૂઆત કરી બાઈકો પરત કરાવી હતી. શું આ કેતન ઈનામદારના ચુનાવી હૂંકાર કોને ઠેસ પહોંચાડશે? શું નેતાઓને નથી રહ્યો કાયદાનો ડર? આ પ્રકારના વાણી વિલાસથી લોકો ગેરમાર્ગે દોરાય તે માટે જવાબદાર કોણ? ટ્રાફિક પોલીસ અનેક વખત ટ્રાફિક નિયમનો અને લાઇસન્સના કેમ્પો (Traffic regulations and licensing camps) યોજતી આવી છે.