ગુજરાત

gujarat

ETV Bharat / city

MP Sports Competition : સાંસદ ખેલ સ્પર્ધા આયોજનની કેવી ચાલી રહી છે તૈયારીઓ - Vadodara BJP

વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt) દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધાનું (MP Sports Competition) ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 13,000થી પણ વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ત્યારે તેની તૈયારીઓને લઇને વાંચો અહેવાલ.

MP Sports Competition : સાંસદ ખેલ સ્પર્ધા આયોજનની કેવી ચાલી રહી છે તૈયારીઓ
MP Sports Competition : સાંસદ ખેલ સ્પર્ધા આયોજનની કેવી ચાલી રહી છે તૈયારીઓ

By

Published : Jun 1, 2022, 4:52 PM IST

વડોદરા- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક સાંસદને ખેલ સ્પર્ધાના (MP Sports Competition)આયોજનને લઈ વડોદરા શહેરના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહન આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન સાંસદ રંજન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt)દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 13,000થી પણ વધુ ખેલાડીઓ જોડાશે.

વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 13,000થી પણ વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે

કોણ કોણ લેશે ભાગ- આ સ્પર્ધામાં વડોદરા ઉપરાંત લોકસભા ક્ષેત્રમાં આવતી સાવલી અને વાઘોડિયા વિધાનસભાના ખેલાડીઓ પણ આ ખેલ સ્પર્ધામાં (MP Sports Competition)ભાગ લેશે. આ ત્રિદિવસીય સાંસદ ખેલ સ્પર્ધા આગામી તારીખ 3,4,5 જૂનના રોજ યોજાશે. જેના ઉદઘાટન સમારોહમાં વડોદરાના તમામ ગેમ્સમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે વડોદરા શહેર મેયર કેયૂર રોકડીયા, ધારાસભ્યો, વડોદરા શહેર અધ્યક્ષ સાથે સંગઠન હોદ્દેદારોની (Vadodara BJP) ઉપસ્થિતિ રહેશે.

સી આર પાટીલ 4 જૂને આવશે - સાંસદ ખેલ સ્પર્ધામાં (MP Sports Competition)તારીખ 4 ના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખેલાડીઓને પ્રોત્સાહન અને ઉત્સાહમાં વધારો કરવા જોડાશે. તારીખ 5 ના રોજ આ ખેલ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓનો સેરેમની સમારોહમાં રાજ્યકક્ષા કાયદા અને મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સાથે મહિલા અને બાળ કલ્યાણપ્રધાન મનીષા વકીલ સાથે સંઘઠન, ધારાસભ્યો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આવશે.

કઈ કઈ સ્પર્ધાઓ છે - સાંસદ ખેલ સ્પર્ધામાં (MP Sports Competition)ઇન્ડોર અને આઉટ ડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, મલખંભ,સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, સ્કેટિંગ, એથ્લેન્ટિકસ જેવી વિવિધ રમતોનું (Vadodara MP Ranjanben Bhatt) આયોજન વડોદરા શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કરવામાં આવ્યું છે. 4 તારીખે યોજાનાર સૂર્ય નમસ્કારમાં 51 સૂર્ય નમસ્કાર 1500થી વધુ લોકો દ્વારા કરવામાં આવશે જે એક અદભૂત બાબત રહેશે.

ABOUT THE AUTHOR

...view details