વડોદરા:હરિધામ સોખડા (Controversy over fighting in Vadodara Sokhada Haridham) પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે તે સત્યતાથી વેગળી (story is different from truth) છે.
મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો
મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને રદ્દીયો આપતા સ્વામીજીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને લઇને મંદિરમાં બહારના દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાતો વહી રહી છે તે સત્યતાથી વેગળી
પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું હતું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ અને હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે તે વાતો સત્યતાથી વેગળી છે અને વાતમાં તથ્ય નથી.
અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી
અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી. બધા સંતો ભેગા બેસીને આનંદ કરીએ છીએ.વધુ ઉમેર્યું કે, સોશિયલ મીડિયામાં અણસમઝણે કરી અને ખોટી વાતો વહેતી મુકે છે. એ વાતનો સ્વિકારવાની કોઇ જરૂરીયાત નથી.