- વડોદરામાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા (RTE Admissio) શરૂ
- RTE હેઠળ આ વર્ષે ધોરણ 1 માટે 7,936 ફોર્મ ઓનલાઈન ભરાયા
- RTEની 3,800 બેઠક સામે બમણી સંખ્યામાં ફોર્મ ભરાયા
વડોદરાઃ રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે તમામ જિલ્લાઓમાં હજારો અરજી આવી છે. વડોદરામાં પણ RTEની 3,800 બેઠક માટે 7,936 ઓનલાઈન ફોર્મ આવ્યા છે. વડોદરામાં અત્યારે આ તમામ અરજીઓની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે. RTE અંતર્ગત ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વડોદરામાં પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. એટલે અંતિમ દિવસ સુધીમાં 7,936 ફોર્મ ભરાયા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં વધુ છે.
આ પણ વાંચોઃસુરત શહેરમાં ખાલી RTEના 24,167 જેટલા આ વર્ષે ભરાયા ફોર્મ
કોરોનાને કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બેઠકમાં કોઈ વધારો નથી કરાયો
રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ- 1માં પ્રવેશ માટે 3,800 બેઠકો ઉપલબ્ધ છે, જેની સામે 7,936 વિધ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા હતા. રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતગર્ત પ્રવેશની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે સોમવારે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.
આ પણ વાંચોઃRTEમાં એડમિશન માટે આવકનો દાખલો કઢાવવા વાલીઓને ધક્કા, મુદ્દત વધારવા માગ
13 જુલાઈ સુધી ફોર્મ ચકાસવામાં આવશે
આ અંગે જિલ્લા શિક્ષણ કચેરી (District Education Office)ના અધિકારી શિવાંગી શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત ધોરણ 1માં 3,800 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો માટે 7,936 વિદ્યાર્થીઓના વાલીઓએ ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે ભરાયેલા ઓનલાઈન દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરાશે. આ તમામ ફોર્મની પાત્રતા ચકાસવામાં આવશે, જે 13મી જુલાઈ સુધી ચાલશે અને તેના એક સપ્તાહ બાદ RTE અંતર્ગત પ્રવેશના પ્રથમ રાઉન્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. જોકે, કોરોના કાળને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકોમાં કોઈ વધારો નથી નોંધાયો. ગયા વર્ષે 4,500 બેઠકો હતી, પરંતુ આ વર્ષે 3,800 બેઠકો કરવામાં આવી છે.