- શિયાબાગ વિસ્તારમાં રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા
- નવાપુરા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની શી ટીમે ઝડપી પાડ્યા
- પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી
વડોદરા: શહેરના શિયાબાગ વિસ્તારમાં મીઠીબા હોલ પાસે કેટલાક રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા હોવાની માહિતી નવાપુરા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની શી ટીમને મળી હતી. જેના આધારે મહિલા પોલીસે વેશપલટો કરી યુવતીઓની પજવણી કરતા 4 રોડ રોમિયોને રંગેહાથ ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો
પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મયુર લાલા કહાર, વિજય સુરેશ કહાર , ગુરુપ્રસાદ પુરુષોત્તમ કહાર અને કરણ ભરત કહાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ 110 અને 117 મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.