ગુજરાત

gujarat

ETV Bharat / city

મંગળવારની સવાર અંમગળ, ટ્રેલર છકડા વચ્ચે ટક્કર 11ના મૃત્યું - વડોદરામાં માર્ગ અકસ્માત

દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત (Road Accident In Vadodara) સર્જાયો છે. જેમાં છકડામાં દબાઈ જવાથી 11 લોકોના મોત થયા છે. 7 ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એરફોર્સ ના જવાનો કામે લાગ્યા છે. છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા હતા. મૃતકમાં 6 પુરુષ, 2 મહિલા અનેે 2 બાળક છે.

વડોદરામાં રોડ અકસ્માત, 9 લોકોના થયા મોત
વડોદરામાં રોડ અકસ્માત, 9 લોકોના થયા મોત

By

Published : Oct 4, 2022, 2:02 PM IST

Updated : Oct 4, 2022, 6:01 PM IST

વડોદરા:પોલીસ વિભાગ દ્વારા ગમે તેટલી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવે છતાં ગમખ્વાર અકસ્માતો અવાર નવાર બનતી રહે છે. વડોદરામાં દરજીપુરા ફાયર સ્ટેશન પાસે સવારે છકડા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં છકડાનો કુડચો બોલી ગયો છે. અકસ્માતમાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરીને દિવાલમાં ભટકાયું છે. છકડામાં જઇ રહેલા 6 થી વધુ લોકોને અતિ ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. જેમાં 2 બાળકો સહિત 11 નાં મૃત્યું થયા છે.

મંગળવારની સવાર અંમગળ, ટ્રેલર છકડા વચ્ચે ટક્કર 11ના મૃત્યું

મંગળવારની સવાર અમંગળઃ વડોદરામાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોલ્ડન ચોકડી તરફથી દરજીપુરા તરફ આવવાના રસ્તે ટ્રેલર અને મુસાફરો ભરેલા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલે ગમખ્વાર હતો કે, આખેઆખા છકડોનો કુડચો બોલી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ ટ્રેલર પણ એરફોર્સની દિવાસમાં જઇને ભટકાયું હતું. આ ઘટનામાં મુસાફરો દબાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

ફાયરની સાથે જવાનો દોડ્યાઃફાયરના લશ્કરો એ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. 11 જેટલા છકડાના મુસાફરોને વારાફરથી ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. તે પૈકી 11 ના મૃત્યું થયા છે. બીજી તરફ હજી પણ દબાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે. સમગ્ર કામગીરીમાં એરફોર્સના જવાનો, ફાયરના જવાનો, ક્રેઇન તથા સ્થાનિકો જોડાયા છે. ટ્રેલર રોંગ સાઇડ આવતું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

બે બાળકોને અસરઃ દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત (Road Accident In Vadodara) સર્જાયો છે. જેમાં છકડામાં દબાઈ જવાથી 11 લોકોના મોત થયા છે. 7 ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એરફોર્સ ના જવાનો કામે લાગ્યા છે. છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા હતા. મૃતકમાં 6 પુરુષ, 2 મહિલા અનેે 2 બાળક છે, હોવાનું જાણવા મળે છે.

ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ શકે:હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે 17 જેટલા છકડાના પ્રવાસીઓને વારાફરતી ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. તે પૈકી 2 બાળકો સહિત 10ના મોત થયા છે. તો બીજી તરફ હજી પણ દબાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે. સમગ્ર કામગીરીમાં એરફોર્સના જવાનો, ફાયરના જવાનો, ક્રેઇન તથા સ્થાનિકો જોડાયા છે. ટ્રેલર રોંગ સાઇડ આવતું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Last Updated : Oct 4, 2022, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details