ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં મંગલ પાંડે રોડ પર સર્જાયો અકસ્માત, એકનું મોત - વડોદરામાં માર્ગ અકસ્માતમાં એકનું મોત

વડોદરા શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રસ્તા પર અગોરા મોલ પાસે લોકોએ ભેગા થઈ સ્પીડ બ્રેકર મૂક્યું હતું. સોમવારે કોર્પોરેશનને હટાવી લેતા હોબાળો સર્જાયો હતો. તે હટાવવાની સાથે જ આજે સવારે સિમેન્ટ કોંક્રીટના મિક્સરની અડફેટમાં એક બાઇક ચાલક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વડોદરામાં મંગલ પાંડે રોડ પર સર્જાયો માર્ગ અકસ્માત, એકનું મોત
વડોદરામાં મંગલ પાંડે રોડ પર સર્જાયો માર્ગ અકસ્માત, એકનું મોત

By

Published : Nov 10, 2020, 4:06 PM IST

  • સમા મંગલ પાંડે રોડ પર સર્જાયો અકસ્માત
  • સિમેન્ટ કોંક્રીટના મિક્સરની અડફેટમાં બાઈક સવારનું થયું મોત
  • લોકોએ મચાવ્યો હોબાળો
  • તંત્રની અગોરા બિલ્ડર સાથે મિલીભગતથી મોતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ

    વડોદરા: શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રસ્તા પર અગોરા મોલ પાસે લોકોએ ભેગા થઈ સ્પીડ બ્રેકર મૂક્યું હતું. સોમવારે કોર્પોરેશનને હટાવી લેતા હોબાળો સર્જાયો હતો. તે હટાવવાની સાથે જ આજે સવારે સિમેન્ટ કોંક્રીટના મિક્સરની અડફેટમાં એક બાઇક ચાલક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    ફાળો એકત્ર કરી સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું

સમા અગોરા મોલ પાછળ બનેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળના મકાનોના રહીશોની વર્ષ 2017/18ની વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આ ઓફિસથી પેલી ઓફિસના ધરમધક્કા ખવડાવવામાં આવતા હતા. આખરે ત્યાંના રહીશો દ્વારા સ્વયં લોકફાળો એકત્રિત કરી પોતાના ખર્ચે લોકોના બચાવ અર્થે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું. જે તંત્રના અધિકારીઓએ ઉપરી સાહેબોના મૌખિક આદેશથી સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ સ્થાનિક અગ્રણી મુન્ના ભાઈ તથા શહેર કોંગ્રેસ મંત્રી દિપક દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો.

વડોદરામાં મંગલ પાંડે રોડ પર સર્જાયો માર્ગ અકસ્માત, એકનું મોત
સ્પીડ બ્રેકર તોડનાર અધિકારી સામે કડક પગલાં ભરવા માગતંત્ર સ્પીડ બ્રેકર બનાવવામાં આટલું ઉદાસીન વલણ રાખે અને ઉપરી અધિકારીના આદેશનું ત્વરિત પાલન કરે એ વાત કેટલા હદે વ્યાજબી ગણાય? એમ લોકોએ પ્રશ્ન કર્યો હતો. આવનાર દિવસોમાં જો આ જગ્યાએ કોઈ અકસ્માત થશે તો આ મૌખિક આદેશથી સ્પીડ બ્રેકર તોડનાર અધિકારીની જવાબદારી રહેશે એમ રજૂઆત કરવામાં આવી હતી. સોમવારે કોર્પોરેશનના તંત્ર દ્વારા લોકો દ્વારા મૂકવામાં આવેલું સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યું અને મંગળવારની સવારે જ સિમેન્ટ કોંક્રીટ મિક્સરની ટ્રકના ડ્રાઈવરે ગફલત ભરી રીતે ચલાવી મોટરબાઈક લઈને ત્યાંથી પસાર થતાં સમા સાવલી રોડ નંદાલય સોસાયટીના રહેવાસી ઉર્શિલ દેસાઇ નામના યુવાનને આડફેટમાં લેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details