- વડોદરામાં રીક્ષાચાલક દ્રારા 8 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ
- બાળકીના દાદીએ બુમાબુમ કરતા લોકો મદદે દોડી આવ્યા
- રીક્ષાનો પીછો કરી બાળકીને હેમખેમ બચાવી
વડોદરાઃ વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા નજીક રીક્ષામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. રીક્ષામાં બેસવા જતા હતા તે દરમિયાન રિક્ષાચાલકે રીક્ષા ચલાવી લેતા બાળકીના દાદીએ બુમા બુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ રીક્ષા ચાલકો બાળકીને નીચે ઉતારી હતી. રિક્ષાચાલક દ્વારા બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેવા જ રીક્ષાચાલક ફરારા થઈ ગયો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરા શહેરમાં આવેલા કડકબજારમાં દાદી અને બે બાળકીઓ ખરીદી કરવા નીકળ્યા હતા. અલકાપુરી ગરનાળા પાસે રીક્ષામાં બેસવા જતા હતા. 8 વર્ષની બાળકી બેસી ગઈ હતી અને રીક્ષા ચાલકે પાછળ પોલીસ છે એમ કરી રીક્ષાને ચલાવી દીધી હતી.જેથી દાદી અને બાળકીની મોટી બહેને બૂમાબૂમ કરી હતી. મોટી બહેન પણ રીક્ષા પાછળ દોડી હતી. જેથી હાજર સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પીછો કરી રીક્ષાને કોર્ડન કરી લીધી હતી. ત્યારબાદ બાળકીને હેમખેમ બહાર કાઢી હતી. રીક્ષામાં બાળકીની અપહરણના પ્રયાસને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.વડોદરામાં રીક્ષાચાલકનો બાળકીના અપહરણનો પ્રયાસ
વડોદરામાં રીક્ષાચાલકનો બાળકીના અપહરણનો પ્રયાસ, દાદીનોએ વ્યક્ત કર્યો વલોપાત - બાળકી અપહરણ
વડોદરામાં અલકાપુરી ગરનાળા પાસે રીક્ષામાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે બાળકીના દાદી અને મોટી બહેને બૂમાબૂમ કરતા સ્થાનિકો મદદે આવ્યા હતા અને રીક્ષાનો પીછો કરી બાળકીને હેમખેમ છોડાવી હતી. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
![વડોદરામાં રીક્ષાચાલકનો બાળકીના અપહરણનો પ્રયાસ, દાદીનોએ વ્યક્ત કર્યો વલોપાત xz](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9950262-thumbnail-3x2-vadodara.jpg)
xzx
આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા જ રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. જાગૃત નાગરિકોએ રીક્ષાનો નંબર નોંધી લીધો હતો. પોલીસે આવી બંને બાળકીઓને પરિવારને સોંપી હતી.ગોત્રી પોલીસે રીક્ષાના નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Last Updated : Dec 21, 2020, 12:30 PM IST