વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં પદમાવતી માર્ગ પર થાંભલા ખોડ્યા છે. શહેરના જાગૃત નાગરિકોએ આ મુદ્દે વિરોધ પણ કર્યો હતો, પરંતુ પાલિકાના જાડી ચામડીના શાસકો આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યાં છે. જેથી સોમવારે આ થંભલા સાથે રીક્ષા અથડાઇ હતી. જેમાં એક મહિલા સહિત 2 લોકોને ઇજા પહોંચી હતી. જેથી સત્તાધીશો સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો.
વડોદરામાં થાંભલા સાથે રીક્ષા અથડાઈ, 7 દિવસમાં અકસ્માતની 5થી વધુ ઘટના નોંધાઈ
વડોદરામાં પાલિકા દ્વારા લેવાયેલા તઘલખી નિર્ણયને લઇ શેહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. પદમાવતી માર્ગ પર ખોડવામાં આવેલા થાંભલાને કારણેે સોમવારે ફરી અકસ્માત સર્જાયો છે.
વડોદરામાં થાંભલા સાથે રીક્ષા અથડાઇ, 7 દિવસમાં 5થી વધુ વાહનો અથડાયા
મુઠ્ઠીભર લારી-પથારાવાળાને કાબુમાં રાખવામાં નિષ્ફળ પાલિકાએ શહેરીજનોના જીવ જોખમમાં મૂકવાનો તઘલખી નિર્ણયો લીધો છે. મંગળબજાર જેવા સાંકડા અને ભીડભાડ વાળા વિસ્તારમાંથી બસો અને મોટા વાહનોને રસ્તો અપાયો છે, જયારે પદમાવતી નીચેથી ફક્ત ટુ અને થ્રી વ્હીલર નીકળે તે માટે પાલિકા દ્વારા રસ્તા પર થાંભલા ઉભા કરાયા છે. પાલિકાના આવા તઘલખી નિર્ણયને કારણે શહેરીજનો છાસવારે મુશ્કેલીમાં વધારો થાય છે. આ થાભલા નંખાયા બાદ આજ સુધી 5થી 6 વાહનો આ થાંભલા સાથે અથડાયા છે.
Last Updated : Mar 9, 2020, 4:39 PM IST