રાજ્યના ગૃહપ્રધાને બિન સચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે જણાવ્યું હતું કે, આ મામલે શંકા કુશંકા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચકાસણી બાદ જાહેરાત કરવામાં આવશે. જો કે, આ મામલે રાજ્યના મુખ્યપ્રધાનના આદેશ અનુસાર જિલ્લા કલેક્ટર અને એસ.પી.આગેવાનો સાથે વાટાઘાટો માટે બેઠક કરી રહ્યા છીંએ. રાજય સરકાર પરિક્ષાર્થીઓના હિતમાં જ છે અને તેમના હિતમાં જ નિર્ણય લેશે. આ મામલે પરીક્ષા આપનાર સાચા વિદ્યાર્થીને નુકશાન ન થાય અને અને ખોટા વિદ્યાર્થીઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવશે.
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરિતી મુદ્દે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની પ્રતિક્રિયા
વડોદરા: રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્યના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તે અંગે વડોદરા ખાતે આવેલ રાજ્યના ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી.
ગૃહપ્રધાન
વિરોધ પક્ષ સામે શાબ્દિક પ્રહાર કરતા ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, આ તકનો લાભ રાજકીય એજન્ટો લઇ રહ્યા છે. અમુક રાજકીય એજન્ટો આંદોલનમાં મળીને તકનો લાભ લેવાના પ્રયાસો કરી રહ્યા છે. જેની તકેદારી રાજય સરકાર અને પોલીસ વિભાગ રાખી રહ્યું છે. ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ કરનાર તમામની સામે CCTVના આધારે કાર્યવાહી કરવામાં આવશે.