- 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- ચૂંટણી અગાઉ ETV Bharat દ્વારા જાણવામાં આવ્યો લોકોનો મત
- વૉર્ડ નંબર 5ના રહીશો ભાજપની કામગીરીથી સંપૂર્ણપણે ખુશ
વડોદરા : VMC(વડોદરા મહાનગરપાલિકા)ના વૉર્ડ નંબર 5માં પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ, સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારની સોસાયટીઓનો સમાવેશ થાય છે. જેમાં ગત ટર્મમાં ચૂંટાઈને આવેલા ચારેય કાઉન્સિલરો ભાજપના છે. ગત ટર્મમાં ચૂંટાયેલા ઉમેદવારોએ પોતાની ટર્મ દરમિયાન લોકોનાં કેટલા કામ કર્યા, તે અંગે ETV Bharat દ્વારા સ્થાનિકો સાથે વાત કરવામાં આવી હતી.
વડોદરામાં વોર્ડ નં.5ના રહીશો ભાજપની કામગીરીથી સંતુષ્ટ સ્થાનિકો છે ભાજપથી સંપૂર્ણપણે ખુશ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી મળે છે. રિપિટ કરાયેલા ઉમેદવાર તેજલ વ્યાસે વૉર્ડ નંબર 5માં નાગરિકોને પીવા માટે ચોખ્ખું પાણી આપ્યું છે. જેના માટે પાણીની નવી લાઇન પણ નંખાવી છે. આ સિવાયની અન્ય સમસ્યાઓનો પણ ઉકેલ લાવ્યાં છે. હવે આચારસંહિતા લાગી જવાથી જે કામ અધૂરા હશે, તે પણ ચૂંટણી જીત્યા બાદ પૂરા કરવાનું નાગરિકોએ જણાવ્યું હતું. વડોદરા શહેરમાં વૉર્ડ નંબર 5ના નાગરિકો ભાજપનાં કામથી ખુશ છે.