- વપરાશ કર્યો નહીં હોવા છતાં રહીશોએ વીજ બિલ ભર્યું
- પાયાની સુવિધા નહીં મળતા સ્થાનિકોમાં રોષ
- જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
વડોદરા:જિલ્લામાં આજવા રોડ સયાજીપુરામાં આવેલા ટીપી 2ના LIG ફ્લેટના રહીશોએ આવાસોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેમજ પ્રાથમિક સુવિધાઓ નહીં આપવામાં આવતા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
પાયાની સુવિધા નહીં મળતા સ્થાનિકોમાં રોષ આ પણ વાંચો:કામરેજમાં આવાસોના કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતા ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
તંત્ર દ્વારા સ્થાનિકોને જાણ વિના પરપ્રાંતિઓને ફ્લેટમાં રાખવામાં આવ્યા
વડોદરા શહેર નજીક સયાજીપુરા ગામ પાસે આવેલા ટીપી 2ના મુખ્યપ્રધાન આવાસ યોજનાના LIG ફ્લેટ આવેલા છે.અહીં 450 ફ્લેટમાં લાભાર્થીઓને ગયા વર્ષે લોકડાઉન દરમિયાન જાણ વિના પરપ્રાંતિઓને રાખવામાં આવ્યા હતા. જેમાં રહીશોએ વીજળીનો વપરાશ કર્યો નહીં હોવા છતાં તેમને વીજ બિલ ફટકારવામાં આવ્યું છે તેમજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતા લાભાર્થીઓમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો:સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવતા મકાનો ત્રણ વર્ષ બાદ પણ નથી અપાયા
વીજ બિલનો ટોપલો રહીશોના માથે ઢોળી પાડ્યો
મુખ્યપ્રધાન આવાસ યોજનાના ફ્લેટમાં રહેતા રહીશોએ પ્રાથમિક અને પાયાની સુવિધાઓ ન મળતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે, અહીં 450 ફ્લેટ આવેલા છે.જ્યાં રોડ ,રસ્તા, પાણીની લાઈટ તથા પાર્કિંગની સમસ્યાઓ છે.સ્થાનિકો દ્વારા વારંવાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ સાંભળતું નથી અને એક બીજા પર ખો આપી પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા છે. ગુરુવારે સ્થાનિક રહીશોએ ભેગા થઈ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.