- વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
- 500 થી વધુ નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા
- સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર નિવાસી તબીબો કરી રહ્યા છે દેખાવો
વડોદરા: જિલ્લામાં સાતમા પગારપંચ (Seventh Pay Commission) મુજબ વેતન આપવા સહિતની વિવિધ માંગણી સંદર્ભે બરોડા મેડિકલ કોલેજના જુનિયર-રેસિડન્ટ ડૉક્ટરો ગુરુવારે હડતાળ (Strike) ઉપર ઉતરી જતાં મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની રજા રદ્દ કરી દેવામાં આવી છે. બરોડા મેડિકલ કોલેજ (Baroda Medical College) ના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) દ્વારા આ હડતાળ (Strike) નું એલાન કરવામાં આવ્યું છે. જુનિયર ડૉક્ટરોની માગ છે કે, પીજી ડિગ્રી બેચ 2018 અને ડિપ્લોમાં બેચ 2019 ને બોન્ડનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે. બીજા તબીબી અધિકારીઓની જેમ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે. કોવિડ ડ્યૂટીના કારણે અમારું શૈક્ષણિક વર્ષ વેડફાયું છે એટલે હવે પછી શૈક્ષણિક સંસ્થામાં જ અમારી નિમણૂક કરવામાં આવે.
આ પણ વાંચો: રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે ઉતર્યા હડતાળ પર