- ઇપેન્ડના વધારા સાથે મેડિકલ ઓફિસરની જગ્યા પર સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરવાની માગ કરી હતી
- ગુજરાતભરના કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા
- ગુજરાતભરમાંથી 350 નિવાસી તબીબોએ હળતાલ પર ઉતર્યા
વડોદરાઃ નર્સિંગ સ્ટાફ બાદ હવે ગુજરાતભરના કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર જઈ સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. નર્સિંગ સ્ટાફ બાદ હવે ગુજરાતભરના કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબોએ હડતાલ પર ઉતરી સ્ટાઇપેન્ડના વધારા સાથે મેડિકલ ઓફિસરની જગ્યા પર સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરવાની માગ કરી હતી.
કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા આ પણ વાંચોઃભુજમાં પડતર માંગણીઓનેે લઈ સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા
નર્સિંગ સ્ટાફ બાદ ડોકટરો હવે હડતાલ પર ઉતર્યા હતા
રાજ્યમાં એક બાજુ કોરોના હોય કે તૌકતે વાવાઝોડું હોય પણ મેડિકલ સાથે સંકળાયેલા લોકો હડતાલ કરવાનું ભૂલતા નથી. ગુરૂવારે જમનાબાઈ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ બાદ ડોકટરો હવે હડતાલ પર ઉતર્યા હતા.
કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા માગણી સંતોષાય નહિ ત્યાં સુધી ડોક્ટરો હડતાલ પર રહેશે
પોતાની પડતર માગણીને લઈને તબીબો કોવિડ હોય કે તમામ પ્રકારની મેડિકલ સેવાથી અલિપ્ત રેહશે. જ્યાં સુધી પોતાની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી તબીબ લોકો હડતાલ યથાવત રાખશે.
કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી જાહેરાત કરવામાં આવી હતી
આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી જાહેરાત કરવામાં આવી હતી. જમનાબાઇ હોસ્પિટલ ખાતે 30 જેટલા ફિઝિશિયન અને સર્જનના નિવાસી તબીબો તથા ગુજરાતભરમાંથી 350 નિવાસી તબીબોએ હળતાલનુ શસ્ત્ર સરકાર સામે ઉગામ્યુ છે.
કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા આ પણ વાંચોઃસુરતમાં પણ સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ઈન્ટર્ન તબીબો હડતાળ પર
દર્દીઓમાં પણ એક પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે
ડોક્ટર ભગવાનનું બીજું રૂપ હોય છે, ત્યારે હવે આવી કોરોના મહામારીમાં ડોક્ટરો પણ સરકારની સામે વિરોધ કરીને પોતાની માગણી સંતોષવા માટે હડતાલની ચીમકી આપી રહ્યા છે. ત્યારે દર્દીઓમાં પણ એક પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે.