- વરસાદની મોસમ શરૂ થતાં જ વડોદરામાં મગર દેખાયા
- સલાટવાડા વિસ્તાર માં 6 ફુટનો મગર રહેણાંક આવી ગયો
- રહેણાંક વિસ્તારમાં મગર દેખતા લોકો જીવ તાળવે ચોંટાયા
વડોદરા: શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મગરો વરસાદ પડતાની સાથે જ રહેણાંક વિસ્તારોમાં દેખાવા લાગે છે. આજે(બુધવારે રાતે) થોડા જ વરસાદમાં એક મગર રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતો નજરે પડ્યો હતો, જોકે સમયસર રેસ્ક્યુ ટીમને બોલાવી મગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
માણસ અને મગર એક સાથે
એશિયામાં વડોદરા એક માત્ર એવું શહેર છે જ્યા મગર અને માણસો સાથે રહે છે કારણ કે અહીંયા શહેરની વચ્ચેથી પસાર થતી 18 કિલોમીટર જેટલી લાંબી નદીમાં આશરે 240 થી વધુ મગરો વસે છે. આ નદી શહેરના ખૂણેખૂણેથી પસાર થાય છે, જેમાં અનેક રહેણાંક વિસ્તારો નદીના કાંઠા વિસ્તારને સ્પર્શે છે. મોટાભાગે ચોમાસામાં પાણીના કારણે મગરને નદી અને જમીન વચ્ચેનો ફરક રહેતો ન.થી આ સ્થિતિમાં ખોરાક શોધવા અથવા તો માર્ગ ભટકીને મગરો રહેણાક વિસ્તારમાં આવી ચડે છે.