વડોદરા:કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટેદુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. તો હવે ઓમિક્રોને ભારતમાં પણ પગપેસારો કર્યો છે. વડોદરામાં કોરોનાના કેસમાં રોકેટગતિએ (Corona In Vadodara) વધારો થઈ રહ્યો છે. વડોદરામાં રોજ કોરોનાના 400 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે OSD ડો. વિનોદ રાવના સલાહકાર અને વડોદરા શહેર જિલ્લાના કોવિડ ઓબ્ઝર્વર ડો. શીતલ મિસ્ત્રીએ ઓમિક્રોન વાઇરસ અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ છે. આ વેરિયન્ટમાં દર્દીના મોતનું પ્રમાણ ઓછું છે.
કમિટીના અનુભવના આધારે તકેદારીના પગલાં લેવાશે
OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં બીજા લહેર વખતની કમિતિનું પુનઃગઠન (working committee headed by OSD Dr Vinod Rao) કરવામાં આવ્યું છે. આ કમિટી ત્રીજી લહેર વખતે તેમના અનુભવના આધારે આ વખતે કામગીરી કરશે, જેમાં હોસ્પિટલમાં આવનારા દર્દીઓને ઓક્સિજન સહિતની તકલીફ ન પડે તેનું સતત મોનીટરીંગ કરશે અને આ દિશામાં કામગીરી કરશે.