વડોદરા: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વડોદરા સ્થિત NGOનું FCRA રજીસ્ટ્રેશન (Registration of Vadodara Institute canceled) રદ કર્યું છે. જેના પર ગુજરાત પોલીસ દ્વારા હિન્દુ સમુદાયના સભ્યોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ (Vadodara Conversion Case) કરવાનો, CAA વિરોધી વિરોધ પ્રદર્શનોને ભંડોળ પૂરું પાડવા અને ઇસ્લામને મજબૂત કરવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો.
આફમી ચેરીટેબલ ટ્રસ્ટની FCRA નોંધણી રદ
આફમી ચેરિટેબલ ટ્રસ્ટની ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટની નોંધણી MHA દ્વારા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ રદ કરવામાં આવી છે. નવેમ્બરમાં, વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે (SOG) ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાહુદ્દીન શેખ સામે વિદેશી ભંડોળનો દુરુપયોગ અને હવાલા માર્ગે નાણાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ડાયવર્ટ કરવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કોમી રમખાણો દરમિયાન ધરપકડ કરાયેલ લોકોને કાનૂની સહાય પૂરી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.