- સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક
- કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરોનું કરવામાં આવ્યું રિયાલિટીચેક
- હોસ્પિટલમાં બેડ અને સારવારની પણ માહિતી આપવામાં આવી
વડોદરાઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યાં દિવસેને દિવસે વધી રહી છે અને મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં મોતના મામલે હોસ્પિટલની અંદર તોડફોડ પણ કરવામાં આવી છે અને ડોક્ટર્સ પર બેદરકારીનો આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે.
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક તમામ હેલ્પલાઇન નંબર કાર્યરત
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક વડોદરામાં આજે સોમવારે ETV Bharat દ્વારા સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હેલ્પલાઇન નંબર કાર્યરત જોવા મળ્યાં હતા.
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પલાઇન પર જવાબ, ખાનગીમાં કોઈ ફોન ઉપાડતું નથી
હેલ્પલાઈન નંબર પર આરોગ્ય અધિકારી દ્વારા વાતચીત કરવામાં આવી
ETV Bharat દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હેલ્પલાઇન નંબરનું રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબર કાર્યરત જોવા મળ્યા હતા. બેડ અને સારવારની પણ માહિતી આપવામાં આવી હતી. કયા પ્રકારના બેડ ખાલી છે. તેમજ સાદા બેડ, ઓક્સિજન બેડ, ICU ઓક્સિજન અને ICU વેન્ટિલેટર બેડની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક આ પણ વાંચોઃબેડ ઉપલબ્ધતા હેલ્પ લાઇનને લઈ સુરત મનપાનો પોકળ દાવો ETV Bharatએ કર્યો પર્દાફાશ
કોરોના વાઈરસને લઈ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી
કોરોના વાઈરસને લઈ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ETV Bharat દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વડોદરા શહેરનું તંત્ર અને સરકારી અને ખાનગી હોસ્પિટલ સાથે વાત કરાઈ હતી.
વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક