- ગુજરાતની પ્રથમ મહિલા એથ્લેટે ભારતે ગોલ્ડ મેડલ મેળવતા ખુશી વ્યક્ત કરી
- રાજ્ય સરકાર 4 દાયકા પહેલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં પ્રભુત્વ ધરાવતા અન્ય રમતવીરોને ભૂલી
- વડોદરાના 62 વર્ષીય મહિલા રમતવીર અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે
વડોદરાઃ એક તરફ ભારત દેશ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતની ઉજવણી કરી રહ્યું છે.તો બીજી તરફ વડોદરાની ગુજરાતી રમતવીર 62 વર્ષીય રઝિયા શેખ ( Razia Sheikh ) સામાન્ય જીવન જીવી રહ્યાં છે. તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેઓ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. શનિવારે ટોક્યો ઓલમ્પિકમાં ભાલો ફેંકવામાં ભારત દેશે ઇતિહાસ સર્જ્યો છે પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે લગભગ ચાર દાયકા પહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં ટ્રેક પર પ્રભુત્વ ધરાવતા અન્ય ભાલા ફેંક રમતવીરો વિશે ભૂલી ગયાં છે.
અમારા સમય વખતે જો સાથ સહકાર સુવિધા મળી હોત તો હું પણ ઓલિમ્પિકની ટોપ લેવલ પર આવી શકતી
વડોદરા શહેરના ગુજરાતી રમતવીર રઝિયા શેખે ( Razia Sheikh ) ઈટીવી ભારત સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું નીરજ ચોપરાએ જે કમાલ કર્યો છે.જે નામ રોશન કર્યું છે તે પ્રમાણે તેને પ્રોત્સાહન મળવું જ જોઇએ અને જે બી મળે છે.એનાથી હું ખૂબ જ ખુશ છું.એણે દેશ માટે ફ્લેગ ઊંચો કર્યો છે. હમણાં જે પણ કાંઈ મળે છે તે તેની માટે ઓછું કહેવાય, વધારે પ્રોત્સાહન મળવું જોઈએ. અમારા સમયમાં કોઇ પ્રકારની સુવિધા ન હતી અને હમણાં જે સુવિધાઓ મળી રહી છે.એ તમામને વિદેશના કોચ મળ્યા. ત્યાંથી તાલીમ પણ આપવામાં આવે છે. અમારા વખતે કોઈએ કશી મદદ કરી ન હતી.અમે પોતે પોતાના માટે જ પ્રેક્ટિસ કરતા હતા.અને દેશનું નામ ઉંચુ લાવવા માટે ઊભા થતા હતા. સરકારે એ વખતે જો ધ્યાન આપ્યું હોત તો આજે અમે પણ એ ઓલિમ્પિકના મેડલ સુધી પહોંચતા જ. જે સમયે હું રમતી હતી.ત્યારે મને એક જ ભાલો મળતો હતો અને એ ભાલો ફેંકી મારે પોતે જ લેવા જવા પડતો હતો.અને પાછો ફેંકી પાછો લેવા જતી હતી. જેના કારણે સમય પણ ખૂબ જ બગડતો હતો.
ગોલ્ડમેડલનો ઇતિહાસ
રઝિયા શેખે ( Razia Sheikh ) પોતાના વિશે વધુ જણાવ્યું કે જે તાલીમ અમને મળવી જોઇતી હતી તે તાલીમ મળી શકી નહીં અને એમાં મને સુવિધા આપી હોત તો આજે મેં ઈન્ડિયા ટીમમાંથી 53 અને 56 મીટર ભાલો ફેંકતી હતી. જ્યારે એશિયાડમાં સિલેક્શન હતું.ત્યારે મેં 53 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.એ ટ્રાયલમાં થ્રો કર્યો હતો.અને ઈન્ડિયા ગેમમાં કર્યો હતો. જ્યારે હું પ્રથમ મહિલા ભારતીય સાઉથ એશિયન ગેમ્સ કલકત્તામાં 50 મીટરની અંદર ફેંકવાવાળી પ્રથમ મહિલા બની હતી. જેમાં મેં 50.3 મીટર ભાલો ફેંક્યો હતો.એમાં ઇન્ડિયાનો રેકોર્ડ સાઉથ એશિયાનો રેકોર્ડ અને પોતાનો એક ટોપ લેવલનો થ્રો કર્યો હતો.જેમાં મેં પ્રથમ ગોલ્ડમેડલ ભારતને અપાવ્યો હતો. જેમાં મેં ખૂબ જ સારી રીતે 19 અને 21 વર્ષનો જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. જેની મને ખૂબ જ ખુશી થઈ હતી.